વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સતીષાણા ગામમાં બનેલી એક દયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને આક્રોશનો માહોલ સર્જ્યો છે. પાંચ વર્ષની નિર્દૃોષ બાળકીનું અપહરણ થયા બાદ તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્રણ દિવસ સુધી ચાલેલી શોધખોળ બાદ બાળકીનો મૃતદૃેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, સતીષાણા ગામમાં રહેતા શ્રમિક પરિવારની પાંચ વર્ષની દૃીકરી ૧૪ જૂનની રાત્રે પોતાના ઘરના ઓટલા પર ખાટલામાં સૂતી હતી. રાત્રિના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિએ બાળકીને લલચાવી અથવા અન્ય કોઈ રીતે પોતાના કબજામાં લઈ અપહરણ કર્યું હોવાનું માનવામાં આવે છે. સવારે બાળકી ગુમ હોવાનું જાણવા મળતા પરિવારજનો અને ગામલોકોમાં િંચતા ફેલાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજી સહિતની વિવિધ ટીમો તપાસમાં જોડાઈ હતી. ડોગ સ્ક્વોડની મદદથી પણ બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દૃરમિયાન બુધવારે વણીયાદૃ નજીક આવેલી નર્મદૃા કેનાલમાંથી બાળકીનો મૃતદૃેહ મળી આવ્યો હતો. મૃતદૃેહ મળતાં પરિવાર પર દૃુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો અને સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
પોલીસે ઝડપી તપાસ હાથ ધરીને આરોપી અજય લક્ષ્મણભાઈ રાઠોડીયા (ઉંમર ૨૬ વર્ષ)ને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. હાલ આરોપી સામે કાયદૃેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બાળકી સાથે કોઈ પ્રકારની છેડછાડ થઈ હતી કે નહીં અને હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે. હાલ સમગ્ર મામલે પોલીસે વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ શ કરી છે.