અમદાવાદમાં ઓનલાઈન મંગાવેલી છાશમાંથી નીકળ્યો વંદો! ગ્રાહકનો વીડિયો વાયરલ, ફૂડ સેટી પર સવાલ ઉઠ્યા

અમદાવાદમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનાર એક ગ્રાહકને એવો અનુભવ થયો કે જે બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. નવરંગપુરા વિસ્તારમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરાંમાંથી ઓનલાઈન ઓર્ડર કરાયેલા ફૂડ સાથે આવેલી છાશમાંથી વંદૃો નીકળ્યાનો વીડિયો વાયરલ થયો છે.

મળતી માહિતી મુજબ ગ્રાહકે ફૂડ ડિલિવરી એપ મારફતે રેસ્ટોરાંમાંથી ભોજન મંગાવ્યું હતું. ઓર્ડર મળ્યા બાદૃ જ્યારે તેણે છાશ પીવાની તૈયારી કરી ત્યારે તેમાં વંદૃો જોવા મળ્યો હતો. આ જોઈ ગ્રાહક ચોંકી ગયો અને સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

વીડિયો વાયરલ થતાં જ અનેક લોકોએ ફૂડની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે પ્રશ્ર્નો ઉઠાવ્યા છે. ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતી વખતે ગ્રાહકો સામાન્ય રીતે રેસ્ટોરાંની પ્રતિષ્ઠા અને ગુણવત્તા પર વિશ્ર્વાસ રાખતા હોય છે, પરંતુ આવી ઘટનાઓ ગ્રાહકોના વિશ્ર્વાસને આંચકો પહોંચાડે છે.

ફૂડ માટે સંપૂર્ણ રકમ ચૂકવ્યા બાદ પણ જો ગ્રાહકોને સ્વચ્છ અને સુરક્ષિત ખાદ્યપદૃાર્થ ન મળે તો તે ગંભીર બાબત ગણાય. ખાસ કરીને પીણાં અને ખાદ્ય સામગ્રીમાં જીવજંતુઓ મળવાની ઘટનાઓ ફૂડ સેટી ધોરણો અંગે િંચતા ઊભી કરે છે.

હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહૃાો છે. ફૂડ સેટી વિભાગ આ મામલે તપાસ હાથ ધરે છે કે નહીં અને સંબંધિત રેસ્ટોરાં તરફથી શું સ્પષ્ટતા કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. સાથે જ ગ્રાહકો પણ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતી વખતે વધુ સાવચેતી રાખવાની જ‚રિયાત અનુભવી રહૃાા છે.