વડાપ્રધાન મોદીના જન્મદિવસે સંખેડામાં સફાઈ અભિયાન અને ફળ વિતરણ:તાલુકા પંચાયત અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યક્રમ, ધારાસભ્ય સહિતના જોડાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સંખેડા તાલુકા પંચાયત અને સંખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સફાઈ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સંખેડાના ધારાસભ્ય અભેસિંગભાઈ તડવી, તાલુકા વિકાસ અધિકારી જે.પી. પ્રજાપતિ, સંખેડા અને આસપાસના ગામોના સરપંચો તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.

સફાઈ અભિયાન પછી ધારાસભ્ય અને સરપંચો દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફળ આપવામાં આવ્યા હતા. આ રીતે વડાપ્રધાનના જન્મદિવસની ખાસ ઉજવણી કરાઈ હતી.

આ પ્રસંગે હાજર રહેલા મહાનુભાવોએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અને સેવાના સંકલ્પ સાથે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવી એ સાચી શ્રદ્ધાંજલિ છે.