વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે પ્રવીણ વિદ્યાલય, ચૂથાના મુવાડા માં નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ

આજરોજ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે પ્રવીણ વિદ્યાલય, ચૂથાના મુવાડા, તા. ગોધર, જી.મહીસાગર ખાતે નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગોધર તાલુકાના ઈછઈ પ્રવીણભાઈ પંચાલ (જીલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા) તથા નવીન ગોધર તાલુકાના પ્રમુખ જગદીશભાઈ બારીયા ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વિદ્યાર્થીઓએ “મારા સ્વપ્નનું ભારત અને “સ્વચ્છ ભારત વિષય પર નિબંધ અને ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

શાળાના આચાર્ય બી.બી. વિરપુરા એ મહેમાનોનું શાલ પુસ્તક અને બુકેથી તથા શાબ્દિક સ્વાગત કર્યું હતું અને વડાપ્રધાનના જીવનમાંથી પ્રેરણા લેવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક એચ.કે વણકરે કર્યું હતું.