સુખસરથી મારગાળા સુધી જતાં મુખ્ય માર્ગ પર માઈલસ્ટોનથી એપ્રોેચ રોડ સુધી ‘મારગાળા’નુ નામ બદલી ‘મારગલા’ કરાયુ

સુખસરથી મારગાળા જતાં મુખ્ય માર્ગ પર વિભાગની ઘોર બેદરકારીના દર્શન થઈ રહ્યા છે. તાલુકાની મહત્વપુર્ણ જિલ્લા સીટ ગણાતા મારગાળા ગામનુ નામ જ માર્ગ ચિહ્નોમાં ખોટી રીતે લખતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. માઈલસ્ટોનથી લઈને એપ્રોચ રોડના બોર્ડ સુધી તમામ જગ્યાએ ‘મારગાળા’ ને બદલે ‘મારગલા’ લખાણ લખવામાં આવ્યુ છે.

સ્થળ પરના નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યુ કે, સુખસર-મારગાળા માર્ગ પર અનેક જગ્યાએ મુકાયેલા માઈલસ્ટોનમાં નામની જોડાણ ખોટી છે. આ કોઈ એકાદ જગ્યાએ થયેલી ભુલનથી. પરંતુ સતત અને માઈલસ્ટોન પર એકસરખી ભુલનુ પુનરાવર્તન કરવામાં આવ્યુ છે. હવે તો એપ્રોચ રોડ દર્શાવતા મુખ્ય બોર્ડમાં પણ ખોટું લખાણ દેખાતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આવી ગડબડને કારણે ખાસ કરીને બહારથી આવતા મુસાફરો અને અજાણ્યા વાહનચાલકોમાં ભારે ગેરસમજ ઉભી થવાની શકયતા છે. આ મામલે સ્થાનિક લોકોએ ઉગ્ર આક્રોશ વ્યકત કરતા જણાવ્યુ છે કે, આ સરકારી તંત્રની સ્પષ્ટ બેદરકારી છે. અને પાયાની બાબતોમાં પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યુ નથી. ગ્રામજનોની માંગ છે કે, માર્ગ અનેમકાન વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરીને તમામ માઈલસ્ટોન અને બોર્ડ પર સુધારો કરવામાં આવે.