ઘોઘંબા ખાતેની ગેસ એજન્સી ૨૦ કિ.મી.દુર લઈ જતાં ગેસ ગ્રાહકોને ગેસના સિલીન્ડરની ડીલીવરી સીમલીયા ખાતે આપી રહ્યા છે. ફરજિયાત હોમ ડિલીવરી આપવાની હોવા છતાં એજન્સી તત્વોના ત્રાસથી ઘોઘંબા ગાડી નહિ આવે તેવા બહાના બતાવીને નિયમોનો ભંગ કરી રહ્યા છે. ગ્રાહકો આવતા-જતા ૪૦ કિ.મી.નો ફેરો છેલ્લા એક માસથી સીમલીયા મારીને સિલીન્ડર લેવા મજબુર બન્યા છે.
ખાડી યુદ્ધના લીધે ગેસના બોટલોના બુકિંગ ૪૫ દિવસ પછી થાય છે. બુકિંગ કરવા છતાં ઘોઘંબા પંથકના ગેસ ધારકોને ૨૦ કિ.મી.દુર ગેસનો બોટલ લેવા જવા મજબુર બન્યા છે.ઘોઘંબાના માર્કેટિંગ યાર્ડમાં ભારત ગેસની એજન્સીમાં ઘોઘંબા તથા આસપાસના લોકો ગેસનો બોટલ બુકિંગ કરીને બોટલ લેતા હતા. પરંતુ એજન્સી દ્વારા ઘોઘંબથી એજન્સી બદલીને જાગાના મુવાડા લઈ ગયા બાદ સીમલીયા ખાતે લઈ ગયા છે. જેના લીધે ગેસના બોટલને લઈ કંઈ કામગીરી કરવા ઘોઘંબા વાસીઓને ૨૦ કિ.મી.નો ફેરો ખાવો પડી રહ્યો છે. પંચમહાલ પુરવઠા અધિકારીના જણાવ્યા અનુસાર ગેસ ધારકના ધરે સિલીન્ડર ફરજિયાત આપવાનો હોય છે ત્યારે ઘોઘંબાની એજન્સી છેલ્લા એક માસથી ગેસ ધારકોને સીમલીયા સુધીઆવવા-જવાના ૪૦ કિ.મી.દોડાવીને બોટલ આપીને નિયમોનો ભંગ કરી રહ્યા છે. ગેસ ધારક ગોડાઉન પરથી ગેસનો સિલીન્ડર રિસીવ કરે તો ધારકે ૨૫ જેટલા પિયાના કાપવાના હોય છે. પણ ઘોઘંબાની ગેસ એજન્સી એકપણ ગેસ ધારકે ગોડાઉન પરથી બોટલ લે તેના નાણાં કાપ્યા વગર આપતા હોવાનો ગેસ ધારકોએ આક્ષેપ કર્યા છે. આમ એજન્સી દ્વારા ગેસ ધારકોને છેતરી રહ્યા છે. એજન્સી દ્વારા ગેસના ગોડાઉનને બદલવાની કલેકટર પાસેથી પરમીશન લીધી છે કેનહિ, ફરજિયાત હોમ ડીલીવરી આપવાની હોવા છતાં નહિ આપીને નિયમોનો ભંગ સાથે ગોડાઉન પરથી ડીલીવરી આપે તો ભાડાના નાણાં નહિ કાપીને ભ્રષ્ટાચાર આચર્યાનુ દેખાય છે. હવે ગેસ એજન્સી સામે શુ કાર્યવાહી કરે છે.