
શહેરા પીએમ પાલીખંડા પ્રાથમિક શાળામાં લુણાવાડા જેસીઆઈ અને આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત ઉપક્રમે બાળકોમાં નાનપણથી જ સંસ્કારોનું શિખામણ મળે, તેમનો આત્મવિશ્ર્વાસ વધે અને સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુ સાથે બાલચેતના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય તુષારભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તારીખ ૦૭/૦૭/૨૦૨૬ થી ૧૧/૦૭/૨૦૨૬ દરમિયાન આયોજીત આ પાંચ દિવસીય ’બાલચેતના અને નવચેતના શિબિર’માં શાળાના ૨૦૦થી વધુ ઉત્સાહી વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉમંગભેર ભાગ લીધો હતો.
શહેરા નગરના પરા વિસ્તારમાં આવેલ પાલીખંડા ગામની પીએમ પાલીખંડા પ્રાથમિક શાળામાં જેસીઆઈ અને ‘આર્ટ ઓફ લિવિંગ લુણાવાડા’ દ્વારા પાંચ દિવસીય બાલચેતના શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
શિબિર દરમિયાન તજજ્ઞો દ્વારા આ શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોની સાથે જ્ઞાન સાથે ગમ્મત પીરસવામાં આવી હતી. બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સુદ્રઢ બનાવવા માટે વિશેષ પે યોગ, પ્રાણાયામ અને ધ્યાનની ગૂઢ માહિતી સાથે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. રોજિંદા જીવનમાં અને અભ્યાસ દરમિયાન તણાવમુક્ત રહીને કેવી રીતે ઉત્સાહપૂર્વક આગળ વધવું, તેની સરળ સમજ બાળકોને ખૂબ જ રસપ્રદ રમતો અને પ્રવૃત્તિઓ શૈલીમાં પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે લુણાવાડા જેસીઆઈના પ્રમુખ રાકેશ ગંગવાણીએ જણાવ્યું હતું કે, બાળકો માટે આર્ટ ઓફ લિવિંગ દ્વારા ખાસ ડિઝાઈન કરવામાં આવેલી આ શિબિર સંપૂર્ણપણે નિ:શુલ્ક રાખવામાં આવી હતી. આ પાંચ દિવસીય તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં આત્મવિશ્ર્વાસ અને એકાગ્રતા શક્તિ વધારવાનો છે, જે તેમને આગામી સમયમાં ભણવામાં પણ ખૂબ જ મદદપ સાબિત થશે અને બાળકોને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.શાળાના આચાર્ય તુષારભાઈ પટેલ, જેસી જીયા ગંગવાણી અને સમગ્ર સ્ટાફ પરિવારના સરાહનીય પ્રયાસો તેમજ જેસીઆઈ લુણાવાડાની ટીમની સક્રિય સહભાગીદારીથી આ પાંચ દિવસીય બાલચેતના શિબિર ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. જ્યારે પાંચ દિવસીય બાલચેતના શિબિર નું આયોજન આ શાળાના આચાર્ય તુષારભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.