શહેરા તાલુકાની મુખ્ય રેફરલ હોસ્પિટલ આધુનિક સુવિધાથી સજ્જ હોવા છતાં એક્સ-રે વિભાગ બંધ: ટેકનીશિયનની ભરતી કરી સત્વરે વિભાગ શરૂ કરવા લોકમાંગ

શહેરા તાલુકા પંથકના ગ્રામીણ અને ગરીબ દર્દીઓ માટે આરોગ્યની દ્રષ્ટિએ મુખ્ય આશાકિરણ સમાન રેફરલ હોસ્પિટલ તમામ પ્રકારની આધુનિક ભૌતિક સુવિધાઓથી સજ્જ હોવા છતાં, વહીવટી ઉદાસીનતા અને સ્ટાફની અછતને કારણે દર્દીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે વસાવવામાં આવેલો એક્સ-રે વિભાગ લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી સ્થાનિક જનતા અને દર્દીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ એક્સરે વિભાગને સત્વરે શરૂકરવા માટે સમગ્ર પંથકમાંથી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે.

સરકાર દ્વારા શહેરા અને આસપાસના અંતરિયાળ ગામડાઓના ગરીબ દર્દીઓને ઘરઆંગણે જ ઉત્તમ સારવાર મળી રહે તેવા હેતુથી રેફરલ હોસ્પિટલને અદ્યતન બનાવવામાં આવી છે. હોસ્પિટલમાં એક્સ-રે માટેના જ‚રી અને કિંમતી સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પરંતુ કમનસીબી એ છે કે, આ આધુનિક મશીનરી ઓપરેટ કરવા માટે જ‚રી એવા એક્સ-રે ટેકનીશિયનની કાયમી ભરતી જ કરવામાં આવી નથી. ટેકનીશિયનની ગેરહાજરીના કારણે આખો વિભાગ બંધ પડ્યો છે અને સરકારી નાણાંના ખર્ચે ખરીદાયેલા સાધનો પણ ધૂળ ખાઈ રહ્યા છે. તાલુકાની આ મુખ્ય હોસ્પિટલમાં રોજબરોજ સેંકડો દર્દીઓ ઓપીડી અને ઇમરજન્સી સારવાર માટે આવે છે. ખાસ કરીને અકસ્માત કે હાડકાની ઈજાના કિસ્સામાં દર્દીઓને તાત્કાલિક એક્સ-રે કરાવવાની જરૂરિયાત ઊભી થાય છે. પરંતુ સરકારી હોસ્પિટલમાં આ સુવિધા બંધ હોવાને કારણે, ફરજ પરના તબીબો પણ દર્દીઓને બહારથી એક્સ-રે કરાવી લાવવા માટે જણાવે છે.

ખાનગી સેન્ટરોમાં એક એક્સ-રેના ‚. ૩૦૦ થી ‚. ૭૦૦ જેટલો ચાર્જ વસૂલવામાં આવે છે, તંત્ર સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો બિલ્ડિંગ અને મશીન તૈયાર હોય, તો માત્ર એક કર્મચારીની ભરતી કેમ નથી કરાતી? જો તંત્ર દ્વારા આ હોસ્પિટલમાં તાકીદે એક્સ-રે ટેકનીશિયનની નિમણૂક કરવામાં આવે, તો બંધ પડેલો આખો વિભાગ ધમધમતો થઈ શકે તેમ છે. આ સુવિધા શ‚ થવાથી દર્દીઓનો સમય અને નાણાં બંને બચી જશે. જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે કે, આરોગ્ય વિભાગ આ બાબતને ગંભીરતાથી લે અને ચોમાસાની ઋતુમાં માર્ગ અકસ્માતો અને લપસી પડવાના કેસોનું પ્રમાણ વધે છે, ત્યારે દર્દીઓને આ વધુ એક મહત્વની સુવિધાનો લાભ વહેલી તકે મળે તે માટે વિચારે તે જરૂરી છે.