
વીજ કંપનીમાં લેખિતમાં અને મૌખિકમાં વારંવાર રજૂઆત છતાંય નડતરપ વીજ થાંભલો ખસેડવા માટે તંત્રની આળસ.
સંતરામપુર નગરના અમરદીપ સોસાયટીમાં રસ્તાની વચ્ચોવચ વીજ પોલ ઉભો કરેલો છે, જે આજુબાજુના મકાનો પર વીજ જોડાણ પણ આપેલું છે, પરંતુ તેની પાછળની ભાગમાં સોસાયટીમાં રહેતા રહીશું સરદાર નગર સત્ય પ્રકાશ અને નારાયણ નગર સોસાયટીના જવા માટે ફક્ત એક જ વસ્તુ છે અને જે સૌથી વધારે તેનો ઉપયોગ કરે છે. આ રસ્તાની વચ્ચોવચ વીજ પુલના ખસેડતા અહીંયાથી ફોરવીલર ગાડી પણ પસાર થઈ શકતી નથી. અંદર જવા માટે બીજી સોસાયટી રસ્તા ઉપર થી આખો રાઉન્ડ મારીને જવું પડતું હોય છે. આ મોટી સમસ્યાને લઈને સંતરામપુર મધ્ય ગુજરાત વીજ કંપનીમાં સોસાયટી વિસ્તારના સ્થાનિક રહીશ વારંવાર લેખિતમાં પણ રજૂઆત કરેલ વસવાટ કરતાં સ્થાનિક રહીશું આ સમસ્યાને લઈને ઘણી હાલાકી ભોગવવી પડતી હોય છે. માત્ર રસ્તો એક આ છે કે, અહીંયાથી પસાર થવા માટેનું સૌથી સરળ પડતો હોય છે.સોસાયટી વિસ્તારના મકાનો તો સારા સારા છે, પરંતુ રસ્તાની સુવિધાનો અભાવ અને આવા નડતરપ વીજપુલના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. વહેલી તકે આ સમસ્યાનો અંત આવે તેવી સ્થાનિક લોકોની પણ માંગ ઉભી થયેલી.
આ નડતરપ નડતરપ વીજપોલ અહીંયા થી ખસેડવા માટે અમે લેખિતમાં રજૂઆત કરેલી પણ આ દિવસ સુધી કામગીરી કરવામાં આવેલી નથી.: માનસિંગભાઈ સ્થાનિક રહીશ, સોસાયટી વિસ્તાર, નારાયણ નગર, સંતરામપુર…