
હવે કોઈ પણ સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના સ્વરૂપો અને નામનો દુરુપયોગ નહિ કરી શકે. કારણ કે, સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિર દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત હનુમાનજી મંદિરના સ્વરૂપ અને નામના કોપીરાઈટ અને ટ્રેડમાર્ક સુરક્ષિત કરાયા છે. જેનો હેતુ ઉદ્દેશ્ય ભવિષ્યમાં દાદાના નામ અને સ્વરૂપનો કોઈપણ પ્રકારનો વ્યવસાયિક દુરુપયોગ રોકવાનો છે.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના દ્વારે અનેક લોકો આવે છે. અહી આસ્થાથી લોકો માથુ ટેકવે છે. ત્યારે સાળંગપુર મંદિર સાથે સંકળાયેલી તમામ બાબતોને સુરક્ષિત રાખવા અને કોઈ તેનો ખોટો કે વ્યવસાય કામ માટે દુરુપયોગ ન કરી શકે તે માટે એક મોટો નિર્ણય લેવાયો છે. સાળંગપુર ટેમ્પલ મેનેજમેન્ટ દ્વારા હનુમાનજીના સ્વરૂપ અને નામના કોપીરાઈટ અને ટ્રેડમાર્ક મેળવી લેવાયા છે. તેને હવે કાયદાકીય સુરક્ષાકવચ આપીને સુરક્ષિત કરાયા છે.
દેશની અગ્રણી લો ફર્મ દ્વારા આ બૌદ્ધિક સંપત્તિના હકો મેળવવામાં આવ્યા છે. મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ આ વિશે જણાવ્યું કે આધ્યાત્મિક ધરોહરને સુરક્ષિત રાખવી સમયની માંગ છે. આ નિર્ણયથી કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમાન દાદાના સ્વરૂપો સુરક્ષિત રહેશે.
સાળંગપુર હનુમાન સાથે જાડાયેલી તામ બાબતોની કોપીરાઈટ, ટેડમાર્ક કરાયા છે. જેમાં તેમના દિવ્ય સ્વરૂપ, ચિત્રો, સર્જનાત્મક કૃતિ, કિંગ ઓફ સાળંગપુરની કૃતિ સામેલ છે. સાળંગપુરની આ આસ્થાનો કોઈ વ્યવસાયલક્ષી કામ માટે દુરુપયોગ ન કરે તે માટે આ પગલુ હાથ ધરાયું છે. આ પ્રોસેસ દેશની અગ્રણી લો ફર્મ દ્વારા પૂર્ણ કરાઈ હતી.
અમેરિકાની કેન્સાસ સિટીમાં ૨૪ એકર જમીન પર ‘મિની સાળંગપુર’નું નિર્માણ થશે. ત્યાં હનુમાનજીની ૧૦૮ ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવનાર છે. આ મંદિરમાં એકસાથે ૫૦૦ ભાવિકો દર્શન કરી શકશે એટલું વિશાળ હશે. ભોજનશાળામાં ૧ લાખ લોકો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા અમેરિકામાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાÂત્મક વારસાનો પ્રસાર થશે