
નટરાજને જણાવ્યું હતું કે જો કોઈ પેન્ડિંગ ફોજદૃારી કેસ અથવા કોઈ સજાપાત્ર ગુના હોત, તો તે જાહેર કરવામાં આવ્યા હોત
મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ હવે ભોપાલથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી તરફ વળી ગઈ છે. કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનના નામાંકન અસ્વીકાર બાદ, રાજ્યના તમામ કોંગ્રેસના ધારાસભ્યો અને અન્ય અગ્રણી નેતાઓ હાલમાં દિલ્હીમાં ધામા નાખી રહ્યા છે. આ સમગ્ર ઘટના અંગે, કોંગ્રેસે દિલ્હીમાં એક મોટી પ્રેસ કોન્ફરન્સ યોજી અને સરકાર અને ચૂંટણી અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા. પત્રકાર પરિષદમાં મીનાક્ષી નટરાજને સ્પષ્ટપણે કહ્યું, “મેં કોઈ માહિતી છુપાવી નથી.” મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીએ દાવો કર્યો હતો કે ભાજપ અમારા ધારાસભ્યોની એકતાથી ડરી ગઈ છે. દરમિયાન, મધ્યપ્રદેશ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ઉમંગ સિંઘરે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત ન મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી.
કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજને તેમના નામાંકન અને રિટ‹નગ ઓફિસરના નિર્ણય પર થયેલા હોબાળા અંગે પત્રકાર પરિષદમાં પોતાનું સ્થાન સ્પષ્ટ કર્યું. નટરાજને જણાવ્યું હતું કે જા કોઈ પેન્ડિંગ ફોજદારી કેસ અથવા કોઈ સજાપાત્ર ગુના હોત, તો તે જાહેર કરવામાં આવ્યા હોત. તેમને ફક્ત એક જ કાનૂની નોટિસ મળી હતી અને તેમની સામે બીજા કોઈ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો ન હતો. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ફોર્મ ૨૬ કોલમમાં આવી કાનૂની નોટિસ જાહેર કરવાની જરૂર હોય તેવી કોઈ જાગવાઈ કે માહિતી નહોતી. મીનાક્ષીએ જણાવ્યું હતું કે ફોર્મ ભરવામાં કોઈ ખામીઓ રહી નથી અને બધી જરૂરી માહિતી ૧૦૦% યોગ્ય રીતે પૂરી પાડવામાં આવી હતી. નટરાજને વધુમાં જણાવ્યું હતું કે આખો મામલો હવે સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ હોવાથી, તેમના માટે આ વિષય પર વધુ ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં.
પ્રેસ કોન્ફરન્સમાં હાજર મધ્યપ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જીતુ પટવારીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. પટવારીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મીનાક્ષી નટરાજનના નોમિનેશન ફોર્મમાં માંગવામાં આવેલી બધી માહિતી સંપૂર્ણપણે અને ૧૦૦% સાચી રીતે પૂરી પાડવામાં આવી હતી.
આમાં કોઈ ટેકનિકલ કે કાનૂની ખામી નહોતી. મધ્યપ્રદેશની રાજકીય પરિસ્થિતિનો ઉલ્લેખ કરીને તેમણે દાવો કર્યો કે ૬૧ ધારાસભ્યો અમારા સમર્થન માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ જબરદસ્ત એકતા જાઈને અને એ જાણીને કે અપક્ષ ધારાસભ્યો પણ અમારી સાથે ઉભા છે, ભારતીય જનતા પાર્ટી ખૂબ જ ડરી ગઈ છે.
વિપક્ષના નેતા ઉમંગ સિંઘરે રાષ્ટ્રપતિ ભવન દ્વારા સમય ન આપવા સામે કડક વલણ અપનાવ્યું છે. સિંઘરે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ભવન દ્વારા આજે સવારે કોંગ્રેસના નેતાઓને સમય આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, કારણ કે સમયનો અભાવ હતો. મધ્યપ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા ઉમંગ સિંઘરે આ ઘટનાક્રમ પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
અગાઉ, એક પ્રેસ કોન્ફરન્સમાં, ઉમેદવારી ચકાસણી દરમિયાન રિટ‹નગ ઓફિસર (આરઓ) કાર્યાલયમાં હાજર રહેલા કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી અધિકારીની નિષ્પક્ષતા અંગે સનસનાટીભર્યો દાવો કર્યો હતો. વિરોધ પક્ષના નેતા ઉમંગ સિંઘરે જણાવ્યું હતું કે મીનાક્ષી નટરાજનનું નામાંકન નકારવામાં આવ્યું ત્યારે તેઓ બધા હાજર હતા. સમગ્ર પ્રક્રિયામાં રિટર્નિંગ ઓફિસરની ભૂમિકા ખૂબ જ શંકાસ્પદ હતી. જ્યારે કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોએ રિટર્નિંગ ઓફિસરને સીધો પ્રશ્ન કર્યો કે તેમણે આટલી ગંભીર કાનૂની ભૂલ કેમ કરી, ત્યારે તેમણે ધારાસભ્ય સમક્ષ લાચારી વ્યક્ત કરતા કહ્યું, “મારે મારું કામ કરવું પડશે.” સિંઘરે આરોપ લગાવ્યો કે રિટ‹નગ ઓફિસર પોતે ગુપ્ત રીતે સ્વીકારે છે કે તેમણે નોંધપાત્ર રાજકીય અને વહીવટી દબાણ હેઠળ આ ખોટો નિર્ણય લીધો છે. હવે, કોંગ્રેસને આશા છે કે સુપ્રીમ કોર્ટ આ સમગ્ર મામલે ન્યાય આપશે.