મધ્યપ્રદેશથી ભાગી ગુજરાત આવેલા પ્રેમી પંખીડાનો કરુણ અંત આવ્યો

ચિલોડા પોલીસ મથકની હદ વિસ્તારના ધણપ ગામ હાઈવે પરની રોયલ ફોર્ટ માં પ્રેમીએ પ્રેમિકાનું ચપ્પા વડે ગળું કાપી પોતે પણ આત્મહત્યાની કોશિશ કરતા ચકચાર મચી ગઇ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશના પ્રેમી પંખીડા ભાગીને રાજકોટ તરફ નાસી ગયા હતા .આ મામલે પ્રેમિકાના પરિવારજનો એ ફરિયાદ નોંધાવી હતી.

જેના પગલે મધ્યપ્રદેશ પોલીસે પ્રેમી પંખીડા નું પગેરું શોધી કાઢ્યું હતું. બાદમાં પ્રેમિકાના બે સગા તેમજ મધ્ય પ્રદેશ પોલીસના બે જમાદારો રાજકોટ પહોંચ્યા હતા પ્રેમી પંખીડાને લઈને મધ્યપ્રદેશ જવા માટે રવાના થયા હતા. ત્યારે લાંબુ ડ્રાઇવિંગ કરીને થાકી ગયા હોવાથી બધાએ રાતવાસો ચિલોડા જણા હાઇવે રોડ પરની રોયલ ફોર્ટમાં કરવા માટે રૂમ રાખ્યો હતો.

એકજ રૂમમાં પ્રેમિકાના બે સગા બે પોલીસ કર્મચારીઓ અને પ્રેમી પંખીડા સુઈ ગયા હતા. તકેદારીના ભાગરૂપે બંને પ્રેમી પંખીડાને અલગ અલગ ખવડાવવામાં આવ્યા હતા. પરંતુ લાંબી સફર કાપેલી હોવાથી બે પોલીસ કર્મચારીઓ અને સગાઓ સૂઈ ગયા હતા. આ દરમિયાન તકનો લાભ ઉઠાવીને પ્રેમી પંખીડા ભેગા થયા હતા. બાદમાં પ્રેમીને પ્રેમિકાને ખોળામાં રાખીને ઠંડા કલેજે ગળું કાપી કાઢ્યું હતું.

બારનું પ્રેમીએ પોતે પણ ચપ્પા વડે પોતાનું ગળું કાપી નાખ્યું હતું. ત્યારે રાત્રે બે વાગ્યે ના કરતા માં એક પોલીસ કર્મચારી અચાનક જાગી ગયો હતો. જે આ દ્રશ્ય જાઈને ચોકી ગયો હતો. ચા બનાવની જાણ થતા ચિલોડા પોલીસ તાત્કાલિક રોડ ઉપર પહોંચી ગઈ હતી. અને ગંભીર હાલતમાં પ્રેમીને ગાંધીનગર સિવિલ હોસ્પીટલ સારવારથી મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં પ્રેમિકા રજની બજલાલ ધાકડ ૨૧ વર્ષ અને પ્રેમી સંતોષ ઉધમ જાટવ ૨૪ વર્ષ તરીકે થઈ છે.