સંતરામપુર ૧૩ માર્ચે MGVCL દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ હાથ ધરાશે

.બાકી વીજ બિલ ભરપાઇ ન કરનારા ગ્રાહકોના વીજ જોડાણ કપાશે.

બાકી વીજ બિલ તાત્કાલિક ભરવા અપીલ MGVCL દ્વારા અપીલ કરાઇ.

મહીસાગર જીલ્લા સંતરામપુર નગર સહિત સમગ્ર તાલુકામાં આગામી તા.૧૩ માર્ચના રોજ ખૠટઈક દ્વારા બાકી વીજ બિલના સંદર્ભમાં મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવનાર હોવાથી બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકોને તાત્કાલિક બિલ ચૂકવવા MGVCL દ્વારા અપીલ કરવામાં આવી છે. સંતરામપુર એક અને બે અને સંતરામપુર અને ગ્રામ્ય વિસ્તાર-૨ પેટાવિભાગીય કચેરી દ્વારા જણાવાયું છેકે, લાંબા સમયથી બાકી રહેલા વીજ બિલની વસૂલાત માટે આ ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે, જેમાં MGVCLવિભાગના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા બાકી બિલ ધરાવતા ગ્રાહકોએ જો વીજ બિલ ભર્યું નહીં હોય તો તેઓના વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે. જેથી આ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ પહેલા જ પોતાના બાકી રહેલા વીજ બિલની સંપૂર્ણ રકમ ભરપાઈ કરી દેવા MGVCL દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે.જો ડિસ્કનેક્શન ડ્રાઈવ દરમિયાન વીજ કનેક્શન કાપવામાં આવશે તો બાકી રહેલી વીજ બિલની ૧૦૦ ટકા રકમ તથા રી-કનેક્શન ચાર્જ ભર્યા બાદ જ ફરી કનેક્શન શ‚ કરવામાં આવશે તેમ MGVCL દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત વીજ ગ્રાહકોને પોતાની વીજ બિલની રકમ કંપનીની સ્થાનિક કચેરી, જનસેવા કેન્દ્ર, CSC સેન્ટર તેમજ વિવિધ ઓનલાઈન પેમેન્ટ માધ્યમો દ્વારા સરળતાથી ચૂકવણી શકે છે,જેથી બાકી વીજની ધરાવતા તમામ ગ્રાહકોને સમયસર વીજ બિલ ભરવા અને ડિસ્કનેક્શનની કાર્યવાહીથી બચવા MGVCL વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.