વડાપ્રધાન દ્વારા આગામી તારીખ ૧૩ માર્ચ, ૨૦૨૬ ના રોજ આસામના ગુવાહાટી ખાતેથી ’પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN)’ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ૨૨મા હપ્તાની રકમ રીલીઝ કરવાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક દિવસને સમગ્ર દેશની સાથે મહીસાગર જીલ્લામાં પણ ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ તરીકે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવનાર છે.
આ રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ (Live Streaming) નિહાળવા માટે મહીસાગર જીલ્લામાં વહીવટી તંત્ર અને જીલ્લા પંચાયત દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જીલ્લાના દરેક તાલુકામાં તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાશે.
આ ઉપરાંત, છેવાડાના ખેડૂતો પણ આ કાર્યક્રમમાં જોડાઈ શકે તે હેતુથી જીલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓ, પીએમ કૃષિ સહાય કેન્દ્રો અને ગ્રામ્ય કક્ષાએ તમામ ગ્રામ પંચાયતો ખાતે પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
મહીસાગર જીલ્લાના તમામ કિસાન ભાઈઓ-બહેનોને આ કાર્યક્રમનો લાભ લેવા અને પોતાના નજીકના ગ્રામ પંચાયત, પીએમ કૃષિ સહાય કેન્દ્ર, સહકારી સંસ્થા કે તાલુકા કક્ષાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ’પીએમ કિસાન ઉત્સવ દિવસ’માં સહભાગી થવા જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા નમ્ર અનુરોધ કરવામાં આવે છે.