સંખેડા તાલુકામાં રવિ પાકની વાવણીમાં ખેડૂતો વ્યસ્ત : તુવેર અને મકાઈના પાકનું વાવેતર

સંખેડા તાલુકામાં શિયાળુ પાકની વાવણીની મોસમ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. ચોમાસું વિદાય લીધા બાદ હવે ખેડૂતો પોતાના ખેતરો તૈયાર કરીને રવિ પાકના વાવેતરમાં વ્યસ્ત બન્યા છે.

તાલુકામાં શિયાળુ વાવેતરમાં સૌથી વધુ પસંદગી તુવેરના પાકને આપવામાં આવી રહી છે. ખાસ કરીને સંખેડા તાલુકાના માંજરોલ, બહાદરપુર, લોટિયા, કાળી તલાવડી, ક્ધટેશ્ર્વર, હરેશ્ર્વર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે તુવેરનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તાલુકાના અન્ય વિસ્તારોમાં ખેડૂતો મકાઈ, જુવાર, બાજરીના વાવેતર તરફ પણ વિશેષ ધ્યાન આપી રહ્યા છે.

જોકે, વાવણી કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. હવામાનને લઈને ખેડૂતોમાં થોડી ચિંતા જોવા મળી રહી છે. શિયાળુ પાકના સારા વિકાસ માટે વાતાવરણમાં સારી એવી ઠંડક હોવી જ‚રી માનવામાં આવે છે.

હાલ હજી જોઈએ તેવી ઠંડીનો પ્રારંભ થયો નથી. ખેડૂતો આશા રાખી રહ્યા છે કે આવનારા દિવસોમાં તાપમાનમાં ઘટાડો થશે. ઠંડીનું પ્રમાણ વધશે. તેથી રવિ પાકને યોગ્ય વાતાવરણ મળશે. સારા ઉત્પાદનની શક્યતાઓ સહેલાઈથી સાકાર થઈ શકશે.