
‘સંખેડા તાલુકાના માંજરોલ ગામમાં વીજ થાંભલા પરથી વાયર તૂટી પડ્યો હતો. આ ઘટનામાં વસાવા પુનમભાઈ ધનજીભાઈની ગાભણ ગાયનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
ગાયના માલિક પુનમભાઈએ આક્ષેપ કર્યો છે કે તેમણે ઝાડની ડાળીઓ કાપવા માટે ૠઊઇના હેલ્પર અને અધિકારીઓને ઘણી વાર રજૂઆત કરી હતી. જોકે, આ અંગે કોઈ કાર્યવાહી ન થતા આ ઘટના બની.
પુનમભાઈએ જણાવ્યું કે ગાયને સાત મહિનાનો ગર્ભ હતો. તેમના પરિવારનું ગુજરાન આ ગાયના દૂધ પર જ ચાલતું હતું. ગાયના મોતથી તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે. તેમણે યોગ્ય વળતર આપવાની માંગ કરી છે.
આ ઘટનાની જાણ ગામના સરપંચ અને ૠઊઇના કર્મચારીઓને થતા તરત જ વીજ લાઈન બંધ કરવામાં આવી. સંખેડા ૠઊઇના ડેપ્યુટી એન્જિનિયર, કર્મચારીઓ અને હેલ્પર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે સ્થળનું નિરીક્ષણ કરીને પંચનામું કર્યું.
ડેપ્યુટી એન્જિનિયરે કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી ગાયના મોતનું કારણ સ્પષ્ટ થશે. જો વીજ કરંટથી મોત થયું હોવાનું સાબિત થશે, તો નિયમ મુજબ યોગ્ય વળતર આપવામાં આવશે.