સંખેડાના માંજરોલ ખાતે ફ્રી હેલ્થ ચેક-અપ કેમ્પ યોજાયો

સંખેડા તાલુકાના માંજરોલ ગામમાં સહકાર ફાઉન્ડેશન દ્વારા મફત હેલ્થ ચેક-અપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

આ કેમ્પ માંજરોલ ગ્રામ પંચાયત ખાતે યોજાયો હતો. ’સ્વસ્થ સમાજ, સમૃદ્ધિની ભવિષ્ય’ અને ’સૌનો સંસ્કાર, સમૃદ્ધિ’ જેવા સૂત્રો સાથે તેનું આયોજન કરાયું હતું.

કેમ્પમાં ડો. ભાર્ગવ રાવલ (MD) અને ડો. ધ્રુવ રાવલ (BAMS) દ્વારા સેવાઓ આપવામાં આવી હતી.

આ કેમ્પમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ઇખઈં અને ઓક્સિજન લેવલની તપાસ કરવામાં આવી હતી. ડોક્ટર ક્ધસલ્ટેશન, જરૂરી માર્ગદર્શન અને દવાઓ પણ સંપૂર્ણ મફત આપવામાં આવી હતી.

સહકાર ફાઉન્ડેશનના ’તમારા આરોગ્યનું ધ્યાન, અમારી જવાબદારી’ અને ’આરોગ્ય સંપન્ન સમાજ, અમારું લક્ષ્ય’ ના સંકલ્પને સાકાર કરવા આ કેમ્પ યોજાયો હતો. ગામના વડીલો, યુવાનો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ તેનો લાભ લીધો હતો.

આ પ્રસંગે માંજરોલ ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને ભાજપના કાર્યકરો ખાસ હાજર રહ્યા હતા. તેમણે કેમ્પને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.