કાલોલ તાલુકાના અડાદરા ગામમાં રામા યુવક મંડળ દ્વારા દર વર્ષે શ્રાવણ માસમાં રણુજા પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે જેમાં રામા યુવક ના આયોજક કાળુભાઈ બુધાભાઈ જાદવ દિલીપભાઈ રતનસિંહ જાદવ પલીયાભાઈ જાદવ દ્વારા સુંદર આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ભાગ લઇ આ રામાપીર રણુજાવાળાના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી રહ્યા છે જેમાં આજ રોજ અડાદરા ગામે હાથીચોક થી બસ સ્ટેન્ડ સુધી આ સંઘનું પ્રસ્થાન હાલના સરપંચ મંજુલાબેન જસવંતસિંહ દ્વારા કરાવવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈ રહ્યા હતા આ સંઘના આયોજકો દ્વારા સતત છેલ્લા ૧૧ વર્ષથી રામાપીરના પગપાળા સંઘનું આયોજન કરે છે અને આજ રોજ આ સંઘ ૧૨ માં વરસે પ્રવેશ કરી રહેલ છે અને આ પગપાળા સંઘ વહેલી તકે કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના રણુજાવાળા રામાપીરના દર્શન કરી પરત ફરે તેવી ગ્રામજનો જણાવી રહ્યા છે