ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયે.
ગુજરાત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત રાજ્યના ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે (ખજઙ) ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (GSCSCL) મારફતે કરવામાં આવશે.
ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવ મુજબ ડાંગર (કોમન) માટે રૂ. ૨,૪૪૧/-, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. ૨,૪૬૧/-, મકાઈ માટે . ૨,૪૧૦/- તથા રાગી માટે રૂ. ૫,૨૦૫/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બાજરી (રૂ ૨,૯૦૦/-), જુવાર હાઈબ્રીડ (રૂ. ૪,૦૨૩/-) અને જુવાર માલદંડી (રૂ. ૪,૦૭૩/-) માટે ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ રૂ. ૩૦૦/- નું વધારાનું બોનસ પણ આપવામાં આવશે.
ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે તા. ૦૨/૧૦/૨૦૨૬ થી ૩૧/૧૦/૨૦૨૬ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ઓનલાઈન નોંધણી યોજાશે. જ્યારે પાકની સીધી ખરીદી તા. ૧૬/૧૧/૨૦૨૬ થી ૧૫/૦૧/૨૦૨૭ દરમિયાન કરવામાં આવશે.
નોંધણી વખતે ખેડૂતોએ આધાર કાર્ડની નકલ, અદ્યતન ૭/૧૨ અને ૮-અ ની નકલ (અથવા વાવણી અંગે તલાટીનો દાખલો) તથા બેંક પાસબુક/કેન્સલ ચેકની નકલ રજૂ કરવાની રહેશે. નોંધણી તેમજ ખરીદી સમયે ખેડૂત ખાતેદારોનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજીયાત રહેશે.
નોંધણી કરાવેલ ખેડૂતોને ખરીદી માટે જખજ દ્વારા જાણ કરવામાં આવશે. જો ચકાસણી દરમિયાન ખોટા દસ્તાવેજો માલૂમ પડશે તો નોંધણી રદ કરવામાં આવશે.
નોંધણી અંગે કોઈ પણ મુશ્કેલી કે માહિતી માટે હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા તમામ ખેડૂતોને સમયસર ઓનલાઈન નોંધણી કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.