કવાંટમાં ૪૦ વર્ષ જૂની શાળાનું રૂ.૨.૦૯ કરોડના ખર્ચે નવનિર્માણ કરાશે

કવાંટ નગરમાં આવેલી ૪૦ વર્ષ જૂની પ્રાથમિક શાળા નંબર-૨ નું નવનિર્માણ શ‚ થયું છે. વર્ષ ૧૯૮૬માં બનેલી આ શાળાની ઇમારત જૂની અને ખરાબ હાલતમાં હતી. સરકારે તેના નવીનીકરણ માટે ૨.૦૯ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે.

આ ગ્રાન્ટ હેઠળ ૧૧ ઓરડા ધરાવતી અત્યાધુનિક નવી શાળા બનશે. પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આ પ્રસંગે કવાંટ જીલ્લા પંચાયત સદસ્ય યશવંતભાઈ ચૌહાણ, સરપંચ શીલાબેન રાઠવા અને ડેપ્યુટી સરપંચ સંદીપભાઈ પંચાલ હાજર રહ્યા હતા. શાળા માટે જમીન દાન કરનાર નિલેશભાઈ ભોઈ અને વિશાલભાઈ ભોઈનું ધારાસભ્યએ સન્માન કર્યું. ધારાસભ્યએ આશા વ્યક્ત કરી કે નવી શાળા બનતા વિદ્યાર્થીઓને સારી સુવિધાઓ સાથે શિક્ષણ મળશે.