કર્મયોગી મહાઅભિયાન અંતર્ગત સંખેડામાં કર્મચારીઓ માટે તાલીમ વર્ગ યોજાયો

સંખેડા તાલુકામાં કર્મયોગી મહાઅભિયાન હેઠળ સરકારી કર્મચારીઓ માટે તાલીમ વર્ગ યોજાયો હતો. આ તાલીમ વર્ગ વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓ માટે હતો.

તેમાં અસરકારક સંદેશા વ્યવહાર, કાર્યદક્ષતામાં વધારો, પરિણામલક્ષી આયોજન અને વર્તણૂકલક્ષી તાલીમ આપવામાં આવી હતી. સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા), ગાંધીનગરના નિર્દેશન અને છોટાઉદેપુર જીલ્લા કલેક્ટરના આયોજનથી આ તાલીમનો બીજો તબક્કો સેવા સદન, સંખેડા ખાતે યોજાયો.

આ તાલીમ વર્ગમાં રેવન્યુ, આરોગ્ય અને પોલીસ વિભાગના કર્મચારીઓને ૩ દિવસ સુધી તાલીમ અપાઈ. મામલતદાર જીગ્નેશભાઈ પટેલે વર્ગની મુલાકાત લીધી હતી. સ્પીપા વતી અનંતાબેન રાઠવા, સીઆરસી માસ્ટર ટ્રેનર અલ્પેશ રાવલ અને જૈમિન પટેલે કર્મચારીઓને તાલીમ આપી હતી.