દાહોદ DRDA કચેરી ખાતે ICDS વિભાગ દ્વારા તંદુરસ્ત કિશોરી સ્પર્ધા ૨૦૨૬માં વિજેતા થયેલ કિશોરીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયુ

દાહોદ સ્થિત DRDAખાતે આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગ દ્વારા તંદુરસ્ત કિશોરી સ્પર્ધા ૨૦૨૬નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કિશોરીઓમાં આરોગ્ય અને પોષણ પ્રત્યે જાગ‚કતા વધારવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સમગ્ર દાહોદ જીલ્લામાંથી મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ જીલ્લા મહિલા અને બાળ વિકાસ તથા યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન ડો. રોશનીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સ્પર્ધા દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર અને વિજેતા બનેલી કિશોરીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર સુધીર જોશી, મહિલા અને બાળ વિકાસ અધિકારી રોહન ચૌધરી, દાહોદ જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ તેમજ જીલ્લાના તમામ સી.ડી.પી.ઓ., ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં આંગણવાડીના કાર્યકર બહેનો અને મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..