પાટણમાં કાળી ચૌદસની અનોખી પરંપરાઃ કાલિકા પુરાણના ૧૦૦૮ નામ સાથે સામૂહિક અર્ચના થશે

પાટણના ઐતિહાસિક નગરદેવી કાલિકા માતાજીના મંદિરમાં કાળી ચૌદસના પવિત્ર પર્વ નિમિત્તે ૭ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ભવ્ય સામૂહિક કાલી-પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકકલ્યાણના હેતુથી યોજાનારી આ વિશેષ પૂજાવિધિ રાત્રે ૮થી ૧૧ વાગ્યા સુધી ચાલશે. દર વર્ષની પરંપરા મુજબ યોજાનારી આ પૂજામાં ભક્તો વહેલા તે પહેલાના ધોરણે જાડાઈ શકશે. પૂજા પૂર્ણ થયા બાદ રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યા સુધી માતાજીના વિશેષ શૃંગારનાં દર્શન કરી શકાશે.

સામૂહિક પૂજામાં ભાગ લેનારા ભક્તોએ પોતાના ઘર કે મંદિરમાં પૂજાતા આદિશક્તના કોઈપણ સ્વરૂપની મૂર્તિ અથવા ફોટો સાથે લાવવાનો રહેશે. આ ઉપરાંત કાલિકા પુરાણમાં દર્શાવેલા ‘ક’ અક્ષરથી શરૂ થતા માતાજીનાં ૧૦૦૮ નામોના નામોચ્ચાર સાથે અર્ચના કરવા માટે પૂરતા પ્રમાણમાં ચોખા, ફળ અથવા બીલીપત્ર પણ સાથે લાવવાનાં રહેશે. મૂર્તિ કે ફોટાની સ્થાપના માટે મંદિર પરિવાર તરફથી બાજાઠ તેમજ સામૂહિક આરતી સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પૂજામાં જાડાવા માટે કોઈ પૂર્વ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા રાખવામાં આવી નથી. મંદિરમાં ઉપલબ્ધ જગ્યાને ધ્યાનમાં રાખીને ભક્તોને વહેલા તે પહેલાના ધોરણે સ્થાન આપવામાં આવશે. આયોજકોના જણાવ્યા અનુસાર પૂજામાં બેસનારા દરેક ભક્તે સતત ત્રણ કલાક સુધી બેસીને પૂજાના નિયમો અને શિસ્તનું પાલન કરવાનું રહેશે. પૂજા પૂર્ણ થયા બાદ રાત્રે ૧૧:૩૦ વાગ્યા સુધી તમામ શ્રદ્ધાળુઓ માટે માતાજીના દિવ્ય શૃંગારનાં દર્શન ખુલ્લાં રહેશે.