
પીએમ મોદીએ કહૃાું, ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ.
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ તેમના પિતા રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર એક ભાવનાત્મક પોસ્ટમાં કહૃાું, પાપા, હું ભારતને સમૃદ્ધ બનાવવાનું તમારું સ્વપ્ન પૂર્ણ કરીશ. ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ વડા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અનેક અગ્રણી હસ્તીઓએ તેમને યાદૃ કર્યા.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ સાથે તેમના પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમની ૩૪મી પુણ્યતિથિ પર યાદ કર્યા. તેમના પિતા સાથેનો ફોટો શેર કરતા રાહુલ ગાંધીએ કહૃાું, પાપા, તમે જે કાર્યક્ષમ, સમૃદ્ધ અને મજબૂત ભારતનું સ્વપ્ન જોયું હતું તેને સાકાર કરવાની મારી જવાબદૃારી હું નિભાવીશ. તમારા શિક્ષણ, તમારા મૂલ્યો અને તમારી યાદૃો હંમેશા મારી સાથે રહેશે. રાહુલે તેમના પિતાને શ્રદ્ધાંજલિ આપતો બીજો ફોટો પણ શેર કર્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ પણ રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં, પીએમ મોદીએ કહૃાું, ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. ગાંધીએ ૩૧ ઓક્ટોબર, ૧૯૮૪ થી ૨ ડિસેમ્બર, ૧૯૮૯ સુધી વડા પ્રધાન તરીકે સેવા આપી.
ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવનો જન્મ ૨૦ ઓગસ્ટ, ૧૯૪૪ ના રોજ મુંબઈમાં થયો હતો અને ૨૧ મે, ૧૯૯૧ ના રોજ તમિલનાડુના શ્રીપેરુમ્બુદૃુરમાં તેમની હત્યા કરવામાં આવી હતી. ૨૧ મે, ૧૯૯૧ ના રોજ શ્રીપેરુમ્બુદૃુરમાં ચૂંટણી રેલી દરમિયાન એક મહિલા દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં તેમનું મૃત્યુ થયું હતું. આ હુમલામાં રાજીવ સહિત ૧૮ લોકો માર્યા ગયા હતા.
રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે, સોનિયા ગાંધી, ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અનેક પક્ષના નેતાઓએ રાજીવ ગાંધીના સ્મારક, વીર ભૂમિની મુલાકાત લઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ એકસ પરની તેમની પોસ્ટમાં એક વીડિયો શેર કરતા કહૃાું, ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી, ભારતના મહાન પુત્ર, લાખો ભારતીયોમાં આશાનું કિરણ પ્રગટાવ્યું. તેમના દૃૂરંદૃેશી અને િંહમતવાન પ્રયાસોએ ૨૧મી સદૃીના પડકારો અને તકો માટે ભારતને તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારત રત્ન રાજીવ ગાંધીને તેમના શહીદ દિવસે અમારી ઊંડી શ્રદ્ધાંજલિ.
રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે પણ તેમને શ્રદ્ધાંજલિ આપતા કહૃાું કે રાજીવ ગાંધીનું પ્રગતિશીલ દ્રષ્ટિકોણ, દૃેશની એકતા માટે તેમનું સર્વોચ્ચ બલિદૃાન અને તેમની સાદગી બધા માટે પ્રેરણાપ રહેશે.