હાર્દિક પટેલને ગુજરાત વિધાનસભાની ગૌણ વિધાન સમિતિના પ્રમુખ પદની જવાબદારી

ગુજરાત વિધાનસભામાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેમને વિધાનસભાની ગૌણ વિધાન સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિધાનસભાના નિયમ ૧૫૯(૧) હેઠળ માનનીય અધ્યક્ષ દ્વારા આ નિમણૂક કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ નિમણૂક સાથે હાર્દિક પટેલ હવે વિધાનસભાની એક મહત્વપૂર્ણ ટેકનિકલ અને કાયદૃાકીય સમિતિનું નેતૃત્વ કરશે. રાજકીય વર્તુળોમાં આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહૃાો છે.રાજ્ય સમાચાર અપડેટ

ગૌણ વિધાન સમિતિ વિધાનસભાની એક મહત્વપૂર્ણ સમિતિ ગણાય છે, જે સરકાર દ્વારા બનાવવામાં આવતા નિયમો અને પેટા-કાયદા ઓની કાયદૃાકીય ચકાસણી કરે છે. વિધાનસભા કોઈ કાયદૃો પસાર કરે ત્યારબાદૃ તેના અમલીકરણ માટે સરકાર વિવિધ નિયમો, વિનિયમો અને માર્ગદર્શિકાઓ બનાવે છે. આ તમામ નિયમો મૂળ કાયદાની મર્યાદામાં છે કે નહીં, કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન તો થતું નથી ને તેમજ વિધાનસભાના અધિકારો પર કોઈ અસર તો નથી પડતી ને તેની તપાસ ગૌણ વિધાન સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ રીતે સમિતિ કાયદાકીય પારદર્શિતા જાળવવાની સાથે વિધાનસભાના અધિકારો અને સંવિધાનિક વ્યવસ્થાનું રક્ષણ કરતી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

હાર્દિક પટેલને ગૌણ વિધાન સમિતિના પ્રમુખ તરીકે નિમણૂક મળતા રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. સમિતિમાં હાર્દિૃક પટેલ ઉપરાંત કુલ ૯ અન્ય સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય કક્ષાના કાયદૃા મંત્રી કૌશિકભાઈ વેકરીયા હોદ્દાની ‚એ સમિતિના સભ્ય તરીકે જોડાયા છે.

આ ઉપરાંત બલરાજિંસહ ચૌહાણ, અમિત ઠાકર,ઈમરાન ખેડાવાલા ,રાઘવજીભાઈ પટેલ,ભીખાભાઈ બારૈયા ચૈતન્યિંસહ ઝાલા , અરિંવદ રાણા અને સંદૃીપ દૃેસાઈને પણ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે.

વિવિધ રાજકીય અને સામાજિક પૃષ્ઠભૂમિ ધરાવતા સભ્યોના સમાવેશથી સમિતિ વધુ સશક્ત બનશે તેવી ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ હાર્દિૃક પટેલને આ મહત્વપૂર્ણ જવાબદૃારી મળતા તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહૃાો છે. રાજકીય વિશ્લેષકોના મતે યુવા નેતાને આવી મહત્વપૂર્ણ સમિતિનું નેતૃત્વ સોંપવું એ પક્ષનો વિશ્ર્વાસ દર્શાવે છે.

હાર્દિૃક પટેલની આ નિમણૂક બાદ તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહૃાો છે. રાજકીય વિશ્લેષકોના મતે ગૌણ વિધાન સમિતિ જેવી મહત્વપૂર્ણ અને ટેકનિકલ સમિતિનું પ્રમુખપદ યુવા ધારાસભ્યને સોંપવું એ વિશ્ર્વાસનું પ્રતીક છે.હવે હાર્દિૃક પટેલ સમિતિના પ્રમુખ તરીકે સરકાર દ્વારા બનાવવામાં આવતા નિયમોની ઝીણવટભરી ચકાસણી કરશે અને જ‚રી હોય ત્યાં વિધાનસભાને ભલામણો પણ કરશે.