શહેરમાં મહિલાની સુરક્ષા અને સન્માન સાથે જોડાયેલા એક ગંભીર કેસમાં મેટ્રો કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદૃો આપ્યો છે. વિધવા અને છૂટાછેડા લીધેલી મહિલાને લાંબા સમયથી હેરાન કરનાર આરોપી સંજય વણોલને કોર્ટે દૃોષિત ઠેરવી ૨ વર્ષની સખત કેદ અને ૧૫ હજાર પિયાના દંડની સજા ફટકારી છે. મહિલાને શારીરિક સંબંધ માટે દબાણ કરવું, અશ્લીલ ઈશારા કરવું અને તેની ૧૦ વર્ષની દૃીકરી પર એસિડ હુમલાની ધમકી આપવી જેવા ગંભીર આરોપો સાબિત થયા બાદ કોર્ટે આ સજા સંભળાવી હતી.
ફરિયાદૃી મહિલાના જણાવ્યા મુજબ, આરોપી છેલ્લા ઘણા સમયથી તેનો પીછો કરતો હતો. આરોપી મહિલાના ઘર નજીક આવી ઉભો રહેતો અને પોતાના ઘરની અગાશી પરથી ગંદૃા તથા અશ્લીલ ઈશારા કરતો હતો. મહિલાએ આરોપીની હરકતોનો વિરોધ કર્યો હોવા છતાં આરોપી સતત મહિલાને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો રહૃાો હતો. જેના કારણે મહિલા સતત માનસિક તણાવ અને ભયમાં જીવવા મજબૂર બની હતી.
વર્ષ ૨૦૨૩ દૃરમિયાન ચાલીમાં કચરો નાખવાની સામાન્ય બાબતે મહિલા અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ હતી. પરંતુ આ તકરાર દરમિયાન આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાનો હાથ પકડી તેની છેડતી કરી હતી. સાથે જ મહિલાને ગાળો આપી ધમકી આપી હતી કે જો તેની વાત નહીં માને તો તે મહિલા અને તેની ૧૦ વર્ષની દૃીકરી પર એસિડ ફેંકી દૃેશે. આ ધમકી બાદ મહિલા અને તેની દૃીકરી ભારે ભયના માહોલમાં આવી ગયા હતા.
આખરે મહિલાએ િંહમત દૃાખવી અને સમગ્ર મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદૃના આધારે આરોપી સંજય વણોલ સામે આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો દૃાખલ કરી તપાસ શ કરી હતી. તપાસ દરમિયાન પોલીસ દ્વારા મહિલાના નિવેદનો, સાક્ષીઓ અને અન્ય પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા.
કેસ મેટ્રો કોર્ટમાં પહોંચતા ફરિયાદૃી પક્ષ તરફથી કુલ ૮ સાક્ષીઓ અને ૩ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં મહિલાના નિવેદૃન ઉપરાંત બનાવને સમર્થન આપતા અન્ય પુરાવાઓ પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. બીજી તરફ બચાવ પક્ષે દલીલ કરી હતી કે ચાલીમાં પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો હતો અને આરોપી સામે ખોટો કેસ કરવામાં આવ્યો છે. જોકે બચાવ પક્ષ ફરિયાદૃીની અસરકારક ઉલટતપાસ કરવામાં નિષ્ફળ ગયું હતું.
સરકારી વકીલ કે.કે. યોગીએ જણાવ્યું હતું કે ફરિયાદૃી પક્ષ તરફથી મજબૂત પુરાવાઓ અને સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેના આધારે કોર્ટે આરોપીને દોષિત ઠેરવી કડક સજા સંભળાવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહિલાઓ સામે થતી હેરાનગતિ અને ધમકી જેવા ગુનાઓ સામે કાયદો કડક વલણ અપનાવી રહૃાો છે અને આ ચુકાદો સમાજ માટે પણ મહત્વપૂર્ણ સંદૃેશ સમાન છે.
મેટ્રો કોર્ટે બંને પક્ષોની દલીલો, સાક્ષીઓ અને રજૂ થયેલા તમામ પુરાવાઓનું વિશ્લેષણ કર્યા બાદ આરોપી સંજય વણોલને જાતીય સતામણી અને ધમકી આપવાના ગુનામાં દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે આરોપીને કુલ ૨ વર્ષની સખત કેદ અને ૧૫ હજાર પિયાનાદંડની સજા ફટકારી હતી.