
પંચમહાલ જિલ્લામાં હજુ ચોમાસુ બઠયુ નથી પણ અલનીનોના લીધે ઓછા વરસાદના એલર્ટથી ખેડૂતોએ ખેતીનો ટ્રેડ બદલ્યો છે. પીયતની સગવડ ના હોય તેવા ખેડૂતો ઓછા પાણીની જરૂરીયાત વાળી ડાંગર તથા કઠોળની ખેતીનું વાવેતર તરબફ વળ્યા છે. ચોમાસામાં સારા વરસાદની રાહ જોઇને વાવણી કરવાનો આગ્રહ કર્યો છે. અલનીનોના લીધે ડાંગરનો પાક ૩૫ ટકા ઓછા થવાની શકયતા છે.
પંચમહાલ જિલ્લાના કુલ ક્ષેત્રફળમાંથી વાવેતરનો વિસ્તાર ૧.૭૧ લાખ હેકટર છે. જિલ્લામાં મોટા ભાગની ખેતી ચોમાસાના પાણી પર નિર્ભર છે. ગોધરા તથા શહેરા તાલુકામાં સિંચાઇના પાણીની સુવિધાઓ છે.પણ અન્ય તાલુકામાં સિંચાઇની નહિવત સુવિધા છે.
આ વર્ષ ચોમાસાનો વરસાદ હજુ આવ્યો નથી. તાજેતરમાં પ્રિ-મોન્સુનનો વરસાદ પડતાં જિલ્લામાં ૩૨૨૭ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ વખતે અલનીનોની અસરના લીધે ચોમાસામાં સરેરાશ વરસાદ કરતા ઓછો વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અલનીનોથી ચોમાસાનો મિજાજ બદલાતા ખેતીમાં પણ બદલાવ આવ્યો છે.જિલ્લાના ખેડૂતોએ ઓછા પાણીની ખેતી તરફ વળ્યા છે. ખેતવાડી વિભાગે અલનીનોથી ચોમાસામાં ઓછો વરસાદની આગાહીના પગલે ખેડૂતોએ ઓછા પાણીની જરૂરીયાત વાળી ઓરલ ડાંગરનું વાવેતર કર્યું છે. જિલ્લામાં મોટા ભાગે ૫૦ હજાર હેકટરમાં ડાંગરનો પાક થયા છે. જેમાં પાણીનો ઉપયોગ વધુ હોય છે. પણ ઓછા વરસાદથી ડાંગરની ખેતી બગડી જવાની શકયતાઓને લઇને ઓછા પાણીથી થતી ડાંગરની જાતોથી વાવણી ખેડૂતોએ કરી છે.જિલ્લાના નહેર તથા પાણીની સગવડ ધરાવતા ખેડૂતો ચોમાસાના વરસાદની રાહ જોઇ રહ્યા છે. જિલ્લાના અમુક ખેડૂતો ડાંગરને બદલે ઓછા પાણીની કઠોળની ખેતી તરફ ખેડૂતો વળ્યા છે. હજુ ચોમાસાનો વરસાદ શરૂ થયો નથી. જેથી ખેડૂતોએ સારા વરસાદની રાહ જોઇને વાવણી કરવાની સલાહ ખેતીવાડી વિભાગે આપી છે. આ વખતે જિલ્લામાં સરેરાશ ૫૦ હજાર હેકટરમાં ડાંગરની ખેતીને બદલે આ વર્ષ ડાંગરનો પાક ઓછા થશે.
પાણીનું ખેતીમાં ગણિત ડાંગર કરતા કઠોળમાં પાણી ઓછી જરૂર પડે છે .
” ડાંગર : ૧૦,૦૦૦થી ૧૨ ૦૦૦ કયુબિક મીટર પાણીની જર .
” કપાસ : ૭૦૦૦થી ૯૦૦૦ કયુબીક મીટર પાણીની જર .
” મકાઇ : ૫૦૦૦થી ૬૦૦૦ કયુબિક પાણીની જર .
” સોયાબિન : ૪૫૦૦થી ૫૦૦૦ કયુબિક મીટર પાણીનો વપરાશ .
” તુવેર : ૨૦૦૦થી ૩૦૦૦ કયુબિક મીટર પાણીનો ઉપયોગ
અલનીનોથી ૩૫ ટકા ડાંગરનું વાવેતર ઓછું થશે આ વખત અલનીનોની સ્થિતિ બની છે. તેની ઓછો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ડાંગર માટે પુરતી પિયતની વ્યવસ્થા હોય તોજ વાવેતર કરવું. અન્યથા ડાંગરને બદલે કઠોળ કે સોયાબીન કરવુ જોઇએ. રોપણી કરી ડાંગર વાવે છે તેની જગ્યા સીધુ વાવેતર કરી ડાંગર વાવે તેવી જાતોની વાવવુ જોઇએ.
જયાં સુધી પુરતા પ્રમાણમાં વરસાદ પડયા બાદ ખેડૂતે વાવેતર કરવું જોઇએ. ઓછા પાણીવાળા કઠોળની ખેતી કરવી જોઇએ. શહેરા અને ગોધરા સિવાયના તાલુકામાં ડાંગરનો પાક ઓછા થવાથી ૩૫ ટકા ડાંગરનો પાક ઓછો થવા શકયતા છે. – એમજી પટેલ, ખેતીવાડી અધિકારી
ઓરલ ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું તાજેતરમાં સારો વરસાદ પડતા જિલ્લાના ખેડૂતોએ ઓછા પાણીની જરૂર પડે તેવી ઓરલ ડાંગરની વાવણી કરી છે. નહેર તથા પિયતની સુવિધા હોય તેવા ખેડૂતો ડાંગરની ખેતી કરી રહ્યા છે. પણ અલનીનોના લીધે ઓછા વરસાદ પડવાની શકયતાઓને લઇને ખેડૂતો ઓરલ ડાંગરની ખેતી તરફ વળ્યા છે.જો આવતા માસની પહેલા અઠવાડીયામાં ચોમાસાનો વરસાદ પડશે. તો ખેડૂતો વાવણી શરુ કરશે. આ વખતે ડાંગરનો પાક ઓછો થશે. – હસમુખ પટેલ, ખેડૂત નેતા