પંચમહાલના ગોધરા તાલુકામાં ચાંદીપુરા વાયરસથી બે બાળકોના મોત બાદ જીલ્લા આરોગ્ય તંત્ર એકશનમાં

આરોગ્ય વિભાગની ૬૮૨ ટીમી દ્વારા સર્વે અને સેમ્પલીંગ હાથ ધરાયું

પંચમહાલ જીલ્લામાં ચોમાસાની શ‚આત સાથે ચાંદીપુરા વાયરસે ચિંતા ઉભી કરી છે. ગોધરા તાલુકાના વિંઝોલ અને સરદારપુર ગામે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો સામે આવ્યા બાદ બે માસુમ બાળકોના મોત થતા સમગ્ર જીલ્લામાં ફફડાટનો માહોલ સર્જાયો છે.

ગોધરા તાલુકાના બે ગામોમાં ચાંદીપુરા વાયરસ બે બાળકોના મરણ ગયા હોવાનું સામે આવ્યું છેી. આરોગ્ય વિભાગે કુલ ૪ શંકાસ્પદ કેસોની ઓળખ કરી હતી. જેમાંથી બે બાળકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા અને તેમની સારવાર વડોદરાના એસ.એસ.જી. હોસ્પિટલમાં ચાલી રહી છે. જયારે અન્ય બે બાળકોએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે. બે બાળકોના મોત બાદ જીલ્લા આરોગ્ય તંત્ર તાત્કાલીક એકશન મોડમાં આવ્યું છે. વાયરસનો વધુ ફેલાવો અટકાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં યુધ્ધના ધોરણે કામગીરી શ‚ કરવામાં આવી છે. જીલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ હાલમાં જીલ્લામાં ૬૮૨ આરોગ્ય ટીમો કાર્યરત છે. જ્યારે વિંઝોલ અને સરદારપુર ગામમાં ખાસ ૧૦ જેટલી ટીમોને સર્વે, સેમ્પલીંગ અને સારવાર માટે તૈનાત કરવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ ધરે-ધરે જઈને લોકોની તપાસ કરી રહ્યા છે. તેમજ શંકાસ્પદ દર્દીઓના લોહીના નમૂનાઓ એકત્રીત કરીને તપાસ માટે મોકલી આપ્યા છે. સરકાર દ્વારા ચાંદીપુરા વાયરસ માટે માર્ગદર્શિકા મુજબ કેસ નોંધાયેલા વિસ્તારોમાં ૧૦૦ મીટર ત્રિજયામાં ડસ્ટીંગ અને સ્પ્રેઈંગ કરી સેન્ડ ફલાય (રેતીની માખી)ઓનો નાશ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

બોકસ: મતૃક બાળકોની વિગત…

(૧) વિરાજ રંગીતસિંહ ચૌહાણ, ઉ.વ.૩, વિંઝોલ,

(ર) પ્રિન્સ જીતેન્દ્રભાઈ બારીયા, ઉ.વ.૪, સરદારપુરા ગામ.

પંચમહાલ જીલ્લામાં ચાંદીપુરા વાયરસથી બે બાળકોના મોત જીલ્લા આરોગ્ય તંત્ર એકશન મોડમાં આવ્યું છે. વાયરસનો વધુ ફેલાવો અટકાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં યુધ્ધના ધોરણે કામગીરી શ‚ કરવામંા આવી છે. જીલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. વિપુલ ગામીતેના જણાવ્યા મુજબ જીલ્લામાં ૬ા૮૨ આરોગ્ય ટીમો કાર્યરત છે. જ્યારે અસરગ્રસ્ત વિંઝોલ અને સરદારપુરા ગામમાં ૧૦ જેટલી ટીમોને સર્વે, સેમ્પલીંગ અને સારવાર માટે તૈનાત કરવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ ધરે -ધરે જઈને લોકોની તપાસ કરી રહ્યા છે અને શંકાસ્પદ દર્દીઓના લોહીના નમૂના એકત્ર કરી તપાસ માટે મોકલી રહ્યા છે.

સરકારની માર્ગદર્શિકા મુજબ કેસ નોંધાયેલા વિસ્તારોમાં ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ડસ્ટીંગ અને સ્પ્રેઈંગ કરી સેન્ડ ફલાય (રેતીની માખીનો) નાશ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ગ્રામજનોને બાળકોની ખાસ કાળજી રાખવા અને બાળકોને તાવ, ઝાડા-ઉલટી અથવા ખેંચ જેવા લક્ષણો જણાય તો તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા માટે અપીલ કરાઈ છે.