સરકારી ડીઝલ, પાણી અને કર્મચારીઓનો ઉપયોગ અને જાહેર નાણાંના સંભવિત દુરૂ પયોગ કરવામાં આવ્યો હતો. આખરે પૂર્વ મંત્રી બચુભાઇ ખાબડ પાસેથી ચાર્જ વસુલ કરાયો.
દેવગઢ બારીયા નગરપાલિકાના ફાયર બ્રિગેડના કથિત ખાનગી ઉપયોગને લઈને ગંભીર સવાલો ઉભા થયા હત. ન્યૂઝ ચેનલો તેમજ પ્રિન્ટ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતાં આખરે દેવગઢ બારીયા નગરપાલિકા કચેરીના કર્મચારી દ્વારા પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ નામથી દંડ પેટે ચાર્જ રૂ.૨૭૦૦/- વસુલ કરવામાં આવ્યા હોબાની માહિતી સામે આવી છે.