ભારતના ચૂંટણીપંચ, નવી દિલ્હી દ્વારા SIR પ્રક્રિયા પૂર્ણ થયેલ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સતત મતદારયાદી સુધારણા (Continuous Updation) પ્રક્રિયા અંતર્ગત મતદાર યાદીમાં નામ નોંધાવવા ઇચ્છુક નવા મતદારો તેમજ પ્રથમ વખત મતદાર બનનાર 18-19 વર્ષના યુવાનો માટે વિશેષ ઝુંબેશ (Special Drive) યોજવામાં આવી રહી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, દાહોદ દ્વારા જણાવાયું છે કે આ વિશેષ ઝુંબેશ હેઠળ જિલ્લાના તમામ મતદાન મથકો પર બુથ લેવલ અધિકારીઓ (BLO) સવારે 10:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી હાજર રહી મતદાર નોંધણી, સુધારા તથા નામ દાખલ કરવા સંબંધિત ફોર્મ-6, 7 અને 8 સ્વીકારશે.
વિશેષ ઝુંબેશના દિવસો નીચે મુજબ રહેશે:
તા. 11/10/2026 (રવિવાર)
તા. 18/10/2026 (રવિવાર)
તા. 25/10/2026 (રવિવાર)
તા. 01/11/2026 (રવિવાર)
જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ પાત્ર નાગરિકો, ખાસ કરીને યુવા મતદારોને આ તકનો લાભ લઈ પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવવા તેમજ જરૂરી સુધારા કરાવવા અપીલ કરી છે.
વધુમાં જણાવાયું છે કે Non-SIR વિસ્તારો માટે મતદાર નોંધણી નિયમો, 1960 મુજબ નિર્ધારિત ફોર્મ-6નો ઉપયોગ કરવામાં આવશે, જ્યારે SIR સંબંધિત નોંધણી પ્રક્રિયામાં ફોર્મ-6 સાથે જોડાયેલ ઘોષણાપત્ર (Declaration Form) આ ખાસ ઝુંબેશ દરમિયાન સ્વીકારવામાં આવશે નહીં.
આ અંગેની વધુ માહિતી માટે સંબંધિત મતદાર નોંધણી અધિકારી અથવા બુથ લેવલ અધિકારીનો સંપર્ક કરવા જણાવાયું છે.