રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આગામી તારીખ ૭ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ યોજાનાર ‘વિકાસ જ્યોતિ યાત્રા’ના ભવ્ય અને સફળ આયોજન માટે રાજ્ય સ્તરેથી એક ઉચ્ચસ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.
ગાંધીનગરથી કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં રાજ્યના તમામ જીલ્લા કલેક્ટરઓ, મ્યુનિસિપલ કમિશનરઓ, પોલીસ અધિક્ષકઓ (sp) સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.
આ બેઠકના ભાગપે દાહોદ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતેથી જીલ્લા કલેક્ટર સુરભી ગૌતમની ઉપસ્થિતિ હેઠળ જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, જીલ્લા આયોજન અધિકારી, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, પ્રાંત અધિકારી (દાહોદ) તેમજ દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓએ હાજરી આપી હતી.
આ બેઠક દરમિયાન ૭ ઓક્ટોબરે યોજાનાર ‘વિકાસ જ્યોતિ યાત્રા’નું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. કલેક્ટરએ સંબંધિત તમામ વિભાગોને પરસ્પર સંકલનમાં રહીને યાત્રાનું વ્યવસ્થિત સંચાલન કરવા જરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આ યાત્રાનો મુખ્ય હેતુ સરકારની કલ્યાણકારી યોજનાઓ અને વિકાસના સંદેશાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો છે. ‘વિકાસ જ્યોતિ યાત્રા’માં જીલ્લાના વધુમાં વધુ નાગરિકો અને લોકપ્રતિનિધિઓ જોડાઈને જનભાગીદારી સુનિશ્ચિત કરે તથા યાત્રાનો મુખ્ય સંદેશો મહત્તમ લોકો સુધી પહોંચે તે મુજબનું સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું છે.