દિવાળીના તહેવારને લઈ પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા મીઠાઈ-ફરસાણના દુકાનદારો સાથે બેઠક યોજાવામાં આવી હતી. બેઠકમાં મીઠાઈના ભાવો નકકી કરવામાં આવ્યા હતા.
પંચમહાલજીલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં આજરોજ જીલ્લાના મીઠાઈ-ફરસાણની દુકાનો ધરાવતા દુકાનદારો સાથે બેઠક યોજવામાં આવી હતી. દિવાળીના તહેવારમાં ગરીબ અને મધ્યમવર્ગ મીઠાઈના ઉંચા ભાવોને લઈ પરેશાન થતા હોય અને દિવાળીના તહેવારમાં પરિવારના બાળકોને મોંધી મીઠાઈ-ફરસાણનાભાવને લઈ કાપ મૂકતા હોય છે. ત્યારે દિવાળીના તહેવારને અનુલક્ષી જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા જીલ્લાના મીઠાઈ-ફરસાણના દુકાનદારો સાથે બેઠક યોજાવામાં આવી હતી. જેમાં મીઠાઈના ભાવો નકકી કરવામાં આવ્યા હતા. ગોધરા શહેરમાં આવેલ ન્યુ ભાવનગરી, વર્ધમાન સ્વીટ, શ્રીકૃષ્ણ સ્વી માર્ટ દ્વારા સફેદ પેંડાના રૂ.૫૦૦ થી ૫૨૦ પ્રતિ કિલો, કેસર પેંડા રૂ.૫૨૦ થી ૫૬૦, સેકેલા માવના પેંડા રૂ.૫૨૦ થ ૫૫૦, માવા બરફ રૂ.૫૮૦ થી ૬૦૦ના ભાવો નકકી કરવામાં આવ્યા છે. દિવાળીના તહેવારને લઈ નકકી કરવામાં આવેલ ભાવો માટે મીઠાઈ-ફરસાણના દુકાનદારોએ સંમતિ દર્શાવી છે.