નસવાડી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે ચુંટણી પંચ દ્વારા અનુસુચિત આદિજાતી તેમજ અનુસુચિત જાતિ તેમજ બક્ષીપંચ આમ અલગ અલગ 22 બેઠકો માટે અનુસુચિ જાહેર કરી છે. જયારે નસવાડી ટાઉનની મહત્વની ગણાતી નસવાડી-2 નંબરની બેઠક ઉપર ફેરફાર થતાં અનુસુચિ જાતિને ફળવાતા હાલના તાલુકા પંચાયત પ્રમુખને ચુંટણી લડવા માટે દરવાજા બંધ થઈ ગયા છે.
અગાઉ અઢી વર્ષ રાજ કરી ગયેલા પ્રમુખની બરોલી બેઠક ઉ5ર અનુસુચિત આદિજાતીની બેઠકની ફાળવણી થતાં જુના પ્રમુખના પણ ચુંટણી લડવાના અરમાન રોળાયા છે. આમ બંને પ્રમુખ તાલુકા પંચાયતની રેસમાંથી આઉટ થઈ ગયા છે.જયારે નસવાડી નં-1 બેઠક બક્ષીપંચ માટે ફળવાતા વર્ષો પછી બક્ષીપંચ જ્ઞાતિની ચુંટણી લડવાનો લ્હાવો મળ્યો છે. આ વખતે સાંકળ(તણખલા)બેઠક પણ તાલુકાની મહત્વની ગણાઈ તે બેઠક પણ બક્ષીપંચ્ માટે ફળવાઈ છે. આમ તાલુકાના બે મુખ્ય મથકો ઉપર બક્ષીપંચના ઉમેદવારો ચુંટણીના મેદાને ઉતારશે. જયારે નસવાડી તાલુકા પંચાયતની ચુંટણીમાં પંચાયતીરાજ અસ્તિત્વમાં આવ્યુ ત્યારથી એક જ બેઠક બક્ષીપંચ માટે ફળવાતી હતી. પરંતુ આ વખતે નસવાડી અને સાકળ(તણખલા)આમ બે બેઠકો બક્ષીપંચ માટે ફળવાતા ઈતિહાસ રચાયો છેે. જયારે છેલ્લા 30 વર્ષથી સામાન્ય જ્ઞાતિ માટે બેઠક ફળવાઈ જ નથી. અને આ વખતે 22માંથી 11 બેઠકોની અનામત માટે ફાળવામાં આવતા 50 તાલુકા પંચાયત પર શાસન કરશે. હાલ તો ચુંટણી લડવા થનગની રહેલા ઉમેદવારોએ ચુંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે આમ આદમી પાર્ટી ચુંટણીમાં ઝંપલાવતા ચુંટણીમાં ત્રિ-પાંખિયો જંગ જામશે.