નસવાડી એપીએમસી ચુંટણી માટે મતદાર યાદી પર જિલ્લા રજીસ્ટ્રારે મોટા પ્રમાણમાં કાપ મુકતા સન્નાટો

નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંટણી માટે ૪૯ મંડળીઓની દરખાસ્ત જિલ્લા રજીસ્ટ્રારને મોકલતા તેમાંથી ૨૬ મંડળીઓની દરખાસ્ત મંજુર કરાઈ છે. જયારે ૨૩ મંડળીઓ મતદાન યાદીમાંથી બાકાત કરાઈ હતી. જયારે ૨૩ વેપારીઓના નામો મોકલવામાં આવ્યા હતા. તેમાંથી બે જ વેપારીઓના નામો જિલ્લા રજીસ્ટ્રારે મંજુર રાખ્યા હતા. તેમજ ૨૧ વેપારીઓના નામ મતદાર યાદીમાંથી બાકાત કરાયા છે.

નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંટણી માટે ખેડુત વિભાગમાંથી મંડળીના હોદ્દેદારો પોતાની મંડળીની દરખાસ્ત ચુંટણીમાં મતદાન કરવા તેમજ ચુંટણી લડવા માટે નસવાડી એપીએમસી મારફતે જિલ્લા રજીસ્ટ્રારને ૪૯ મંડળીઓની દરખાસ્ત મોકલી હતી. જેમાં ૨૬ મંડળીઓની દરખાસ્ત મંજુર કરાઈ હતી. જયારે ૨૩ મંડળીઓની દરખાસ્ત નામંજુર કરાઈ હતી. જેની પાછળ આ મંડળીઓ રાજકિય વગ ધરાવતા નેતાઓ મંડળીઓ રજીસ્ટ્રેશન કરાવી લે છે પરંતુ ખેડુતોના હિત માટે ખેતી ધિરાણ તેમજ ખેડુતોને સરકારી યોજનાઓના લાભ અપાવવા માટે કોઈ પ્રયત્નો હાથ ધરતા નથી. ફકત ચુંટણીઓ લડવા માટે મંડળીઓ બનાવી દઈ હોદ્દેદારો બની જાય છે. જેને લઈ જિલ્લા રજીસ્ટ્રારે તમામ મંડળીઓની દરખાસ્ત મંગાવીને તપાસ હાથ ધરતા પ્રાથમિક તપાસમાં હાલ તો ૨૩ મંડળીઓને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંટણી માટે મતદાન યાદીમાં બાકાત રાખી છે. જયારે વેપારી વિભાગમાંથી ૨૩ નામો મોકલ્યા હતા. તેમાં ફકત ૨ નામો મતદાર યાદીમાં આવ્યા છે. જયારે ખરીદ-વેચાણ નામની મંડળીઓમાં વેપારી સભ્ય બનાવીને બોર્ડમાં સ્થાન મેળવવા માંગતા હતા તેઓ વેપારીના હિતમાં આજદિન સુધી કર્યુ ન હતુ. તેવા નામો પણ જિલ્લા રજીસ્ટ્રારે ઉડાવી દીધા છે. હાલ તો જિલ્લા રજીસ્ટ્રારની નિષ્પક્ષ કામગીરથી ચુંટણી લડવા થનગનતા ઉમેદવારોના અરમાનો ઉપર પાણી ફેરવાઈ ગયુ છે. જિલ્લા રજીસ્ટ્રાર મકકમ રહીને કોઈપણ દબાણમાં ન આવી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચુંટણી આ મતદાન યાદીમાં કરાવે તેવી ખેડુતોની માંગ ઉઠી છે.