–મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તા. 16 ડીસેમ્બર થી તા. 15 જાન્યુઆરી સુધીનો રહેશે
ભારતના ચૂંટણી પંચ દ્વારા 1 જાન્યુઆરી, 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સઘન સુધારણા (જઈંછ) કાર્યક્રમ-2026 મહીસાગર જિલ્લામાં જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા તા. 04/11/2025થી દરેક મતદારોના ઘરે-ઘરે જઈ ગણતરી ફોર્મનું વિતરણ અને ભરેલ ફોર્મ પરત જમા લઈ ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી હાલમાં અંતિમ તબક્કામાં છે. મતદારયાદીને વધુ સચોટ અને સુવ્યવસ્થિત બનાવવા માટે આ સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
અધિક મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્યના પત્ર ક્રમાંક ઈએલાર/1425/216(2)/છ, તા. 02/12/2025થી આ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR)ની સમય-સૂચિમાં નીચે મુજબના ફેરફારો જાહેર કરવામાં આવેલ છે. સુધારેલ કાર્યક્રમ મુજબ, ગણતરીનો સમયગાળો અને મતદાન મથકોનું રેશનલાઈઝેશન/રી-એરેન્જમેન્ટની કામગીરી તા. 11/12/2025 (ગુરુવાર) સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. કંટ્રોલ ટેબલનું અપડેશન અને મુસદ્દા મતદારયાદીની તૈયારી તા. 12/12/2025 થી તા. 15/12/2025 દરમિયાન થશે, અને મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ તા. 16/12/2025 (મંગળવાર)ના રોજ કરવામાં આવશે.
આ સુધારેલ કાર્યક્રમ મુજબ, મતદારો માટે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તા. 16/12/2025 (મંગળવાર) થી તા. 15/01/2026 (ગુરુવાર) સુધીનો રહેશે. નોટિસ તબક્કા, સુનાવણી, ચકાસણી, અને ઊછઘત દ્વારા હક્ક-દાવા અને વાંધા અરજીઓના નિકાલની કામગીરી તા. 07/02/2026 (શનિવાર) સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. અંતે, મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તા. 14/02/2026 (શનિવાર)ના રોજ કરવામાં આવશે. તમામ મતદારોને આ સુધારેલ સમયપત્રક મુજબ કાર્યક્રમમાં સક્રિય સહયોગ આપવા વિનંતી છે.