માલપુર સોલાર કંપનીમાં ભાડે વાહન લગાડવાની લાલચ આપી ઝાલોદના 20 જેટલા વાહન માલિકો સાથે લાખોની છેતરપિંડીનો આક્ષેપ

તુફાન, ટ્રેક્ટર-ટ્રોલી અને બોલેરો ભાડે લઈ ભાડું ચૂકવ્યું નહીં, વાહનો પણ પરત ન આપ્યાનો આરોપ; ઝાલોદ પોલીસમાં અરજી

ઝાલોદ તાલુકાના કાળીયા તળાવ ગામના એક યુવાન સહિત આશરે 20 જેટલા વાહન માલિકોએ માલપુર સોલાર કંપનીમાં વાહનો ભાડે લગાડવાની લાલચ આપી તેમની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરી ઝાલોદ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. અરજીમાં ત્રણ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 316, 318 અને 3(5) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

માસિક ₹25 હજાર ભાડાની લાલચ આપી વાહનો લઈ ગયા

ફરિયાદ મુજબ, આરોપીઓએ વાહન માલિકોને જણાવ્યું હતું કે માલપુર ખાતે આવેલી સોલાર કંપનીમાં અધિકારીઓના અવરજવર માટે વાહનો ભાડે મુકવાના છે. કંપની તરફથી સ્ટેમ્પ પર કરાર કરવામાં આવશે તેમજ માસિક રૂ.25,000 ભાડું મળશે. ડીઝલ, ડ્રાઇવર, સર્વિસ સહિતનો તમામ ખર્ચ કંપની ઉઠાવશે તેવી ખાતરી આપીને વાહનો સોંપાવવા માટે વિશ્વાસમાં લીધા હતા.

પ્રથમ મહિને ભાડું ચૂકવ્યું, પછી સંપર્ક તોડી નાખ્યો

ફરિયાદમાં જણાવ્યા અનુસાર વાહન સોંપ્યા બાદ પ્રથમ મહિના માટે રૂ.25,000 ઓનલાઈન ચૂકવવામાં આવ્યા હતા. ત્યારબાદ અનેક વખત માંગણી કરવા છતાં ભાડાની રકમ આપવામાં આવી નહોતી. આરોપીઓ વારંવાર મહિનો પૂરો થયા બાદ ચૂકવણી કરવાની ખાતરી આપતા રહ્યા, પરંતુ બાદમાં મોબાઇલ ફોન બંધ કરી દીધા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

વાહન પરત માંગતાં ધમકી આપ્યાનો આક્ષેપ

ફરિયાદી 1 જુલાઈએ માલપુર ખાતે આરોપીઓનો સંપર્ક કરવા પહોંચ્યા હતા, પરંતુ તેમને વાહન પરત આપવામાં આવ્યું નહીં. અરજી મુજબ વાહન પરત માંગતાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ આરોપીઓ સંપર્કવિહોણા બની ગયા હતા.

20 જેટલા વાહન માલિકો પણ બન્યા ભોગ

અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે માત્ર ફરિયાદી જ નહીં પરંતુ કાળીયા તળાવ અને આસપાસના વિસ્તારોના આશરે 20 જેટલા ટ્રેક્ટર, ટ્રોલી, તુફાન અને બોલેરો વાહન માલિકો પણ આવી જ રીતે ભાડે વાહનો આપીને છેતરપિંડીના ભોગ બન્યા છે. અનેક વાહનો હજુ સુધી પરત આપવામાં આવ્યા નથી અને ભાડાની રકમ પણ ચૂકવાઈ નથી.

પોલીસ તપાસની માંગ

ફરિયાદીઓએ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલમાં પોલીસે અરજીના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

આ 20 જેટલા વાહનો સાથે ઠગાઈ કર્યાની પોલીસ સ્ટેશનમા અરજી કરાઈ

1) માલીવાડ પંકજભાઈ કાળિયાભાઈ – ટ્રેક્ટર નં. GJ-31-A-5698

2)માલીવાડ મિતુલભાઈ પંકજભાઈ – તુફાન નં. GJ-39-T-2656

3)ગરાસીયા ભરતભાઈ વાલાભાઈ – ટ્રેક્ટર નં. GJ-20-AH-6687

4)માલીવાડ જીગ્નેશભાઈ અનુપસિંહ – ટ્રેક્ટર નં. GJ-20-A-9503

5)વાગેલા નિલેશભાઈ શંકરભાઈ – ટ્રેક્ટર નં. GJ-20-CA-0134

6)રાવત ભાવસીંગભાઈ સુરસીંગભાઈ – ટ્રેક્ટર નં. GJ-20-CB-1845

7)ડામોર સુરતાનભાઈ બદીયાભાઈ – ટ્રેક્ટર નં. GJ-20-AH-7725

8) કટારા રાહુલભાઈ રૂપાભાઈ – બોલેરો નં. GJ-31-T-3285

9)કટારા કલસીંગભાઈ માલાભાઈ – ટ્રેક્ટર નં. GJ-20-CB-1455

10) મછાર શુક્રમભાઈ રૂપાભાઈ – ટ્રેક્ટર નં. GJ-20-CA-7801

11) કટારા માલાભાઈ તેરસીંગભાઈ – ટ્રેક્ટર નં. GJ-20-AQ-1970

12) કટારા પિન્ટુભાઈ પારસીંગભાઈ – ટ્રેક્ટર (નંબર અરજીમાં દર્શાવેલ નથી) નવું છે 

13)સુવર નરસીંગભાઈ ફતાભાઈ – ટ્રેક્ટર નં. GJ-20-CA-3485

14)ગરાસીયા રાકેશભાઈ ભૂરાભાઈ – ટ્રેક્ટર નં. GJ-20-CB-0544

15)ડામોર શુક્રમભાઈ નાથાભાઈ – ટ્રેક્ટર નં. GJ-20-AQ-7566

16) કલારા મૂકેશભાઈ નરસીંગ

      ટ્રેક્ટર  GJ-20-AQ-9625

     9328724815

17 ) મુનીયા સુરસીંગભાઈ નરસીંગ 

      ટ્રેક્ટર GJ-05-RK-1406

      9712503055

18 ) રમેશભાઈ બીજીયા પારગી 

       ટ્રેક્ટર: નવું છે 

     9313315585

19) રમેશભાઈ હીરકાભાઈ ડામોર 

      ટ્રેક્ટર  : નવું છે 

      9521813137

20) મછાર પારુભાઈ કાલિયાભાઈ 

      ટ્રેક્ટર GJ-20-CB-4012

     9316551576