ગુજરાત રાજયના અલગ અલગ જિલ્લાઓમાં ૬૦થી વધુ ચોરી અને ધરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા તેમજ ૯ થી વધુ ગુનાઓમાં નાસતા ફરતા વોન્ટેડ રીઢા આરોપીને મહિસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી ધોળકા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૭ ઓકટો.એ ધરફોડ ચોરીનો ગુનો દાખલ થયો હતો. આ ગુનાનો ભેદ ઉકેલવા એલસીબી પી.આઇ.એમ.કે.ખાંટના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શ કરાયો હતો. તપાસ દરમિયાન પોલીસ ટીમ દ્વારા મહિસાગર, ખેડા, આણંદ તથા અમદાવાદ જિલ્લાના હાઈવે પેટ્રોલપંપ અને હોટલોના ૭૦થી વધુ સીસીટીવી કેમેરાના ફુટેજ ચકાસવામાં આવ્યા હતા. હ્યુમન સોર્સ તથા ટેક્નિકલ સોર્સનો સચોટ ઉપયોગ કરીને આરોપી જગદિશ ઉર્ફે જગો ઉર્ફે રાજુ ગોરધનભાઈ રાઠોડ(રહે.આણંદ)ને ચોરીમાં વપરાયેલ ઈકો ગાડી, બાઈક તથા ચોરીના મુદ્દામાલ સાથે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો. આરોપીની પુછપરછ અને તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવે છે કે, તેની સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચોરી અને ધરફોડ ચોરીના કુલ ૬૦થી વધુ ગુનાઓ અને તે ૯ જેટલા ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ હતો. આ કુખ્યાત આરોપીના પકડાવવાથી બાકોર પોલીસ સ્ટેશન સહિત સુરત, કાલોલ(પંચમહાલ), અને આણંદ જિલ્લના અનેક વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.