૧૫૦ કરોડથી વધુનો વહીવટ કરતી ઝાલોદ શિક્ષક સહકારી સોસાયટીમાં ચેરમેન પદને લઈને પંથકમાં રાજકિય ગરમાવો જોવા મળ્યો હતો. સોસાયટીના ચેરમેન પદેથી ગણપતભાઈ ડાંગીએ પોતાનુ રાજીનામું સોંપી દીધા બાદ નવા ચેરમેન તરીકે કલ્પેશભાઈ અડે પદગ્રહણ કર્યુ હતુ. અગાઉ શિક્ષક સોસાયટીની ચુંટણી દરમિયાન જ બંને વચ્ચે એક લેખિત સમજુતી થઈ હતી. જે મુજબ તા.૧૧ ઓકટો.-૨૦૨૫ થી ૩૧ ઓકટો.-૨૦૨૬ સુધી કુલ ૧૩ માસ માટે ગણપતભાઈ ડાંગી ચેરમેન પદે રહ્યા હતા. જયારે નકકી થયા મુજબ ૧ નવેમ્બર-૨૦૨૬ થી આગામી ૭ મહિના માટે કલ્પેશભાઈ સામજીભાઈ અડ આ પદ સંભાળશે. આ પુર્વ આયોજિત સમજુતીના ભાગપે ગણપત ડાંગીએ ૩૧ ઓકટો.-૨૦૨૬ ના રોજ પોતાનુ લેખિત રાજીનામું આપ્યુ હોવાનુ બહાર આવ્યુ હતુ. ત્યારબાદ રવિવારના દિવસે સવારે કલ્પેશભાઈ અડ દ્વારા ચાલુ ચેરમેનના લેખિત રાજીનામાંની કોપી લઈને નવા ચેરમેન તરીકે પદગ્રહણ કરવામાં આવ્યુ હતુ.