મહેસાણામાં કોમી એકતાનું અનોખું ઉદૃાહરણ, ૯૫ ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ગામે હિન્દૃુ સંતનું બગીમાં બેસાડી ભવ્ય સ્વાગત કર્યું

ભારતીય સંસ્કૃતિના મૂળમાં રહેલી ભાવના એટલે “વસુધૈવ કુટુંબકમ” (આખું વિશ્ર્વ એક પરિવાર છે). આ ઉક્તિને સાર્થક કરતું એક જીવંત ઉદૃાહરણ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ચંદ્રોડા ગામે જોવા મળ્યું છે. જ્યાં એક મુસ્લિમ પરિવારના લગ્ન પ્રસંગમાં હિન્દૃુ સંતની પધરામણી થતા આખું ગામ ઉમટી પડ્યું હતું અને જે રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું, તે દ્રશ્યો જોઈને પંથકના લોકો ગદૃગદિૃત થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, બહુચરાજીના ચંદ્રોડા ગામે રહેતા સલીમભાઈ નાગોરીના ઘરે લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ અવસરે પરિવારને આશીર્વાદૃ આપવા માટે દૃેવ દૃરબાર મઠ (ઓગડનાથ મહારાજની ગાદૃી)ના મહંત શ્રી બળદૃેવનાથજી મહારાજ ખાસ ઉપસ્થિત રહૃાા હતા.

હિન્દૃુ સંત જ્યારે ગામમાં પધાર્યા ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા તેમનું અભૂતપૂર્વ અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ મહંતને સન્માનપૂર્વક બગીમાં બેસાડ્યા હતા અને વાજતે-ગાજતે આખા ગામમાં તેમની ભવ્ય શોભાયાત્રા કાઢી હતી.

આ પ્રસંગની મહત્વની વાત એ છે કે ચંદ્રોડા ગામમાં આશરે ૯૫ ટકા મુસ્લિમ વસ્તી છે. અહીં મૂળ રાજસ્થાનથી સ્થળાંતરિત થયેલા મોલેસલામ દૃરબાર નાગોરી સમાજના લોકો વસે છે. ગામમાં મુસ્લિમ સમુદૃાયની બહુમતી હોવા છતાં, એક હિન્દૃુ સંત પ્રત્યેનો તેમનો આદૃર, પ્રેમ અને સત્કાર જોઈને સાંપ્રદૃાયિક સૌહાર્દૃનું ઉત્તમ ઉદૃાહરણ પૂરું પાડ્યું છે.

આજના સમયમાં જ્યારે નાની-નાની વાતોમાં મનભેદૃ થતા હોય છે, ત્યારે ચંદ્રોડા ગામની આ ઘટનાએ સમાજને ભાઈચારાનો નવો રાહ ચીંધ્યો છે. લગ્ન પ્રસંગમાં સંત શ્રી બળદૃેવનાથજી મહારાજના આશીર્વાદૃ અને ગ્રામજનોનો ઉત્સાહ જોઈને આખું વાતાવરણ ભક્તિમય અને સ્નેહસભર બની ગયું હતું.