એવું શું થયું, કે બેટ દ્વારકાના બ્રાહ્મણોએ કરવું પડ્યું વિરોધ પ્રદૃર્શન? આપી આંદૃોલનની ચીમકી

બેટ દ્વારકામાં બ્રાહ્મણો અને મંદિૃરના ટ્રસ્ટીઓ વચ્ચેનો વિવાદૃ વકર્યો. યજમાનો સાથે બ્રાહ્મણોને મંદિૃરમાં ન પ્રવેશવા સૂચના આપવામાં આવતા મંદિૃરના નિર્ણયનો બ્રાહ્મણોએ વિરોધ કર્યો. બ્રાહ્મણોએ કાળી પટ્ટી બાંધી રોષ વ્યક્ત કર્યો.

બેટ દ્વારકામાં બ્રાહ્મણો અને મંદિૃરના ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદૃ વકર્યો. મંદિૃરમાં બ્રાહ્મણોના પ્રવેશ પર પ્રતિબંધથી બ્રાહ્મણોએ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો. યજમાનો સાથે બ્રાહ્મણોને બેટ દ્વારકા મંદિૃરમાં ન પ્રવેશવાના મંદિૃરના ટ્રસ્ટીઓના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો. મંદિૃરના યજમાનો સાથે ન પ્રવેશવાના નિર્ણય સામે બ્રાહ્મણોએ રોષ વ્યક્ત કર્યો અને કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો. મંદિૃર ટ્રસ્ટ દ્વારા એવો નિર્ણય લેવાયો કે યજમાનો સાથે બ્રાહ્મણોએ બેટ દ્વારકા મંદિૃરમાં પ્રવેશવું નહીં.

પેઢી દૃર પેઢીથી મંદિૃરમાં યજમાનવૃત્તિ કરતા હોવાનો બ્રાહ્મણોએ દૃાવો કર્યો છે. બ્રાહ્મણોનું કહેવું છે કે મંદિૃરમાં યજમાન વૃત્તિ બ્રાહ્મણોનો અધિકાર છે. કાળી પટ્ટી બાંધીને વિરોધ વ્યકત કરીને તેમણે કહૃાું કે “યજમાનો સાથે મંદિૃર પ્રવેશ રોકવો એ બ્રાહ્મણોના અધિકાર પર રોક સમાન છે.” તીર્થ પુરોહિતના અધિકાર જો કોઈ છીનવશે તો ગાંધી િંચધ્યા માર્ગે આંદૃોલનની ચીમકી પણ તીર્થ પુરોહિતો દ્વારા આપવામાં આવી છે.

મંદિૃર સમિતિ બ્રાહ્મણોને વિધિ કરતા અટકાવતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો. ત્યારે મંદિૃરના નિર્ણયથી તીર્થ પુરોહિતોની રોજીરોટી પર સંકટ સર્જાયું છે. અનેક બ્રાહ્મણ પરિવારો બેરોજગાર બન્યા હોવાનો આક્ષેપ પણ કર્યો. એવામાં બ્રાહ્મણોએ કાળી પટ્ટી બાંધી મંદિૃર બહાર મંદિૃર ટ્રસ્ટ સામે વિરોધ નોંધાવ્યો. સાથે જ તેમણે એવી ચમકી પણ આપી કે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદૃોલન કરવામાં આવશે.