હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિવાદોમાં ઘેરાઈ, ડિજિટલ દક્ષિણા લઈ ડીગ્રી અપાતા હોવાના લાગ્યા આરોપો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ફરી એકવાર વિવાદૃોમાં ઘેરાઈ છે, યુવરાજિંસહ જાડેજાએ એચએનજીયુ તેમજ તેની સંલગ્ન કોલેજો “ડિગ્રી વેચવાનો શોિંપગ મોલ” હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે ધાનેરાની સૂર્યોદૃય ડીએચએસઆઇ કોલેજમાં ચાલતા ડિજિટલ દૃક્ષીણાના પુરાવા જાહેર કરતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ જોવા મળી રહૃાો છે. તેમણે આક્ષેપો કર્યા છે કે ડિજિટલ દૃક્ષિણા આપીને પરીક્ષા આપ્યા વિના જ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવી રહૃાા છે.

યુવા અધિકાર ન્યાય ચળવળના વિદ્યાર્થી નેતા યુવરાજિંસહ જાડેજાના આક્ષેપો મુજબ ધાનેરાની સૂર્યોદૃય ડીજીએસઆઇ કોલેજમાં વિદ્યાર્થી પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે, એવા આરોપ લગાવવામાં આવ્યા છે કે અહીંયા વિદ્યાર્થીઓ પાસેથી ૧૦૦૦ થી ૨૦૦૦ ‚પિયા લઈને પરીક્ષા આપ્યા વિના જ પાસ કરી દૃેવાનું કૌભાંડ ચાલી રહૃાું છે, ત્યારે કોલેજ સામે તાત્કાલિક તપાસ કરીને જવાબદૃારો સામે એફઆઈઆર નોંધવાની માંગ કરાઈ છે, સાથે જ ૐદ્ગય્ેં સંલગ્ન કોલેજમાં ઓડિટ કરવાની માંગ કરી છે.

આ બાબતે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મેઈલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ક્યાંકને ક્યાંક યુનિવર્સિટીની કામગીરી પણ શંકાના દૃાયરામાં હોવાની વાત યુવરાજિંસહ જાડેજા કરી છે, અગાઉ અન્ય એક શાળામાં પરીક્ષામાં ચોરીઓ કરતા વિદ્યાર્થીઓના રેકોર્ડિંગ સાથે રજૂઆત કરાઈ હતી, પરંતુ આજ દિૃન સુધી તેમાં પણ નક્કર કાર્યવાહી નથી કરાઈ, તેવા આક્ષેપો યુવરાજિંસહ જાડેજાએ કર્યા છે.

ધાનેરાની સૂર્યોદૃય ડીએચએસઆઇ કોલેજ સામે ઊઠેલા ગંભીર સવાલો અને યુવરાજિંસહ જાડેજા દ્વારા જાહેર કરવામાં આવેલા પુરાવાઓને લઈને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કુલપતિને પૂછતા તેમને આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરી છે. જોકે તેમના જવાબો ગોળ ગોળ જોવા મળ્યા હતા, તેમને ત્રણ મહિના અગાઉ પણ મેઈલ દ્વારા તમામ પુરાવા મળી ગયા હોવા છતાં માત્ર નિયામકને આ સમગ્ર મામલે તપાસ કરવાનું કહીને તપાસ આગળ વધારી ન હતી. તેમણે કહૃાું કે કોલેજને આ બાબતે ખુલાસો આપવા માટે પણ બોલાવ્યા છતાં તેઓ આવ્યા નથી.

ધાનેરાની સૂર્યોદૃય ડીએચએસઆઈ કોલેજ સામે પરીક્ષા આપ્યા વિના પૈસા આપીને ડીગ્રી ખરીદૃવાના લાગેલા ગંભીર આરોપો મામલે કોલેજના પ્રતિનિધિએ પણ પોતાનો જવાબ આપ્યો છે તેમણે કહૃાું કે આ પ્રકારની કોઈ જ ગેરરીતિઓ અમારી કોલેજમાં ચાલતી નથી અને શાંતિપૂર્ણ અને નિયમો અનુસાર જ કોલેજમાં પરીક્ષા પણ લેવાય છે. જે વિદ્યાર્થીઓ રેગ્યુલર આવે છે તેમની જ પરીક્ષા લેવાય છે, જે વિદ્યાર્થીઓનથી આવતા તેમની પરીક્ષા નથી લેવામાંઆવતી અને જે પ્રેક્ટીકલ પરીક્ષાને લઈને આક્ષેપો છે તેમાં યુનિવર્સિટીના પ્રતિનિધિઓ દ્વારા જ પરીક્ષા લેવામાં આવેલ છે. તેમને કોલેજ સામે કરવામાં આવેલા તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા.

નોધનીય છે કે ધાનેરાની સૂર્યોદૃય ડીએચએસઆઇ કોલેજ સામે ઊઠેલા ગંભીર સવાલો અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સામે કરવામાં આવેલા ગંભીર આક્ષેપો તેમજ તેમના સંલગ્ન કોલેજોમાં ક્યાંકને ક્યાંક આ જ પ્રકારની ગેરરીતિઓ ચાલતી હોવાના આક્ષેપો યુવરાજિંસહ જાડેજા દ્વારા કરવામાં આવતા શિક્ષણ જગતમાં સમગ્ર મામલાએ હાલ તો ભારે ચર્ચા જગાવી છે, ત્યારે આગામી દિૃવસોમાં આ અંગે યુનિવર્સિટી દ્વારા કેવી કાર્યવાહી કરવામા આવે છે અને આક્ષેપો મુદ્દે કેવા મોટા ખુલાસા થાય છે તે જોવાનું રહૃાું.