મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી,મહાયુતિ સાત બેઠકો પર નજર રાખી રહી છે,ભાજપ ચાર બેઠકો જીતે તેવી અપેક્ષાિંશદે સેના અને અજિત પવારની એનસીપી દરેક એક બેઠક જીતે તેવી સંભાવન

વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સપાટો બોલાવ્યા પછી, મહાયુતિ હવે રાજ્યની તમામ સાત રાજ્યસભા બેઠકો જીતવા માટે રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. જાકે, વિધાનસભા સભ્યપદના આંકડા મુજબ, મહા વિકાસ આઘાડીનો મુખ્ય ઘટક પક્ષ ભાજપ સરળતાથી ચાર બેઠકો જીતી શકશે, જ્યારે શિંદે સેના અને અજિત પવારની એનસીપી દરેક એક બેઠક જીતી શકશે. જાકે, મહા વિકાસ આઘાડીને એક પણ બેઠક જીતવા માટે સખત મહેનત કરવી પડશે. જા બધા ઘટક પક્ષો એક છત્ર હેઠળ ભેગા થાય તો જ તેઓ એક બેઠક જીતી શકશે. ભાજપની નજર આ એક બેઠક પર છે.

ભારતના ચૂંટણી પંચે મહારાષ્ટ્ર  સહિત ૧૦ રાજ્યોમાં ખાલી પડતી ૩૭ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. મહારાષ્ટÙમાં રાજ્યસભાની સાત બેઠકો ખાલી પડી રહી છે. બધી ખાલી પડેલી બેઠકો માટે મતદાન ૧૬ માર્ચે થશે, જેમાં ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ ૫ માર્ચ અને ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ ૯ માર્ચ રહેશે. આ ચૂંટણીઓના પરિણામો મહારાષ્ટÙમાં રાજકીય ગતિશીલતાને સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરશે, જ્યાં શાસક મહાયુતિ ગઠબંધન જંગી વિજય મેળવે તેવી શક્યતા છે.

મહારાષ્ટ ના રાજ્યસભા સભ્યો, શરદ પવાર, ફૌઝિયા ખાન એનસીપી એસપી, પ્રિયંકા ચતુર્વેદી (ઉદ્ધવ સેના), રજની પાટિલ (કોંગ્રેસ), ધૈર્યશીલ પાટિલ (ભાજપ), ભાગવત કરાડ (ભાજપ) અને રામદાસ આઠવલે (ભાજપ એનસીપી) નો કાર્યકાળ ૨ એપ્રિલે સમાપ્ત થાય છે. રાજ્યસભાનો કાર્યકાળ છ વર્ષનો હોય છે, પરંતુ દર બે વર્ષે એક તૃતીયાંશ બેઠકો માટે ચૂંટણીઓ યોજાય છે. આ જ કારણ છે કે રાજ્યસભાને કાયમી ગૃહ કહેવામાં આવે છે, કારણ કે તે ક્યારેય લોકસભાની જેમ વિસર્જન થતું નથી.

ભાજપનો મજબૂત આધાર ચાર બેઠકો તરફ દોરી શકે છે. શિવસેના (શિંદે) પાસે વધારાના મતો છે, જે આરામથી એક બેઠક જીતી શકે છે. અજિત પવાર જૂથ પણ તેની તાકાતને કારણે એક બેઠક મેળવી શકે છે. વિપક્ષી બાજુએ,એમવીએની એકંદર તાકાત એક બેઠક માટે પૂરતી છે, પરંતુ આ મોટે ભાગે તેમની એકતા પર આધાર રાખે છે. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે, ઉમેદવારને આશરે ૩૭.૫ ધારાસભ્યોના મતોની જરૂર હોય છે. મહા વિકાસ આઘાડીની સંખ્યા ઘટી રહી હોવાથી, તેની અગાઉની ત્રણ બેઠકો મહાયુતિને જતી હોય તેવું લાગે છે.

વિધાનસભામાં મુખ્ય પક્ષોની સંખ્યા ઃ ભાજપ ૧૩૭,શિંદે સેના ૬૦,એનસીપી એસપી એપી ૪૧,ઉદ્ધવ સેના ૨૦,કોંગ્રેસ ૧૬,શરદ પવાર ૧૦

વિધાનસભાના આંકડા દર્શાવે છે કે જા મહા વિકાસ આઘાડીના બધા ઘટકો સાથે મળીને ચૂંટણી લડે તો જ તેઓ એક પણ બેઠક જીતી શકશે. આમાં શરદ પવારની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે રાજ્યમાં બે દ્ગઝ્રઁના વિલીનીકરણ અંગે ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે વર્તમાન પરિસ્થિતિને જાતાં આ દૂરની શક્્યતા લાગે છે. ઉદ્ધવ સેનાના પ્રવક્તા સંજય રાઉત જેવા અન્ય નેતાઓએ શરદ પવારને રાજ્યસભામાં ફરીથી ચૂંટવાનો પ્રસ્તાવ મૂક્્યો છે, જેને કોંગ્રેસ સમર્થન આપી શકે છે. જા શરદ પવાર ઉમેદવાર બને છે, તો તેમનો વિજય સરળ બની શકે છે. જાકે, તાજેતરની રાજકીય ઘટનાઓ અને તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને, શું તેઓ તેમની સંસદીય કારકિર્દી ચાલુ રાખવા માંગે છે તે એક મુખ્ય પ્રશ્ન છે. ઘણા વિશ્લેષકો માને છે કે તેઓ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ શકે છે.

મોદી સરકારમાં રાજ્યમંત્રી રામદાસ આઠવલેની સ્થિતિ પણ રસપ્રદ છે. ભૂતકાળમાં, તેઓ કોંગ્રેસ, એનસીપી અથવા ભાજપના સમર્થનથી રાજ્યસભામાં પહોંચ્યા છે. આઠવલે ક્યારેય પોતાના દમ પર રાજ્યસભામાં પહોંચી શક્્યા નથી. છેલ્લી વખત, ભાજપે તેમને તક આપી અને કેન્દ્રમાં રાજ્યમંત્રી બનાવ્યા. હવે, ઓછામાં ઓછા ત્રણ વર્ષથી રાજ્યમાં કોઈ મોટી ચૂંટણીઓ ન હોવાથી, એ જાવું રસપ્રદ રહેશે કે ભાજપ તેમને બીજી તક આપશે કે નવો ઉમેદવાર ઉભા રાખશે.