કાલોલ તાલુકાના મધવાસ રાજપૂતા સ્ટીલમાં હેલોઝન લાઈટ માથા પર પડતા ૫૬ વર્ષીય કામદારનું મોત

કાલોલ તાલુકાના મધવાસ રાજપૂતાના સ્ટીલ કંપનીમાં કામ કરતા ૫૬ વર્ષીય કામદાર પર કં૫નીમાં ઉપર લગાવેલ હેલોઝન લાઈટ અચાનક માથામાં પડી હતી. કામદારે માથામાં હેલ્મેટ પહેલર ન હોય જેથી માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું છે.

હાલોલ તાલુકાના મધવાસ રાજપૂતા સ્ટીલ કંપનીમાં કામ કરતા કામદાર ખિરોધર ગણેશ પ્રજાપતિ ઉ.વ.૫૬ (રહે. સ્ટીલ કંપનીની કોલોની, મૂળ- બકચુંબા, તા. રાજપુર, ઝારખંડ) જે તા.૧૧ ઓગસ્ટના રોજ કંપનીમાં કામ કરતા હોય દરમિયાન કં૫નીમાં ઉપર લાગેલ હેલોઝન લાઈટ અચાનક ખિરોધર પ્રજાપતિના માથામાં પડી હતી. માથામાં હેલ્મેટ પહેરેલ ન હોવાથી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે કાલોલ પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંધાવા પામી છે.