ધોધંબાના જીતપુર ગામે પિયરમાં ૧૯ વર્ષીય પરણિત યુવતિએ અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો

ધોધંબા તાલુકાના જીતપુર નિશાળ ફળીયામાં પિયરમાં આવેલ ૧૯ વર્ષીય યુવતિ કોઈ અગમ્યકારણોસર પિયરમાં ધરે ધાબા ઉપર પતરાને મારેલ લોખંડની એંગલ સાથે ગળે ફાંસો ખાઈ આપધાત કરી લેતા રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

ધોધંબા તાલુકાના જીતપુરા ગામે પિયરમાં આવેલ જાગૃતિબેન મુકેશભાઈ ફતેસિંહ રાઠોડ જે તા.૯ ઓગસ્ટના રોજ પોતાના પિતાના ધરે ધાબા ઉપર પતરાનો દરવાજો બંધ કરી પતરાને મારેલ લોખંડની એંગલ સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આપધાત કરી જીવન ટુંકાવ્યું હતું. આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.