છોટાઉદેપુર જીલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ સંખેડામાં ઉજવાશે

છોટાઉદેપુર જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આ વર્ષે સંખેડા ખાતે કરવામાં આવશે. આ મુખ્ય કાર્યક્રમ સંખેડાની ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે યોજાશે. કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ ઉજવણીમાં ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓ રંગારંગ કાર્યક્રમો રજૂ કરશે. ડી.બી. પારેખ સ્કૂલના પી.ટી. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને મલખમ જેવી દેશભક્તિ આધારિત કૃતિઓની તાલીમ અપાઈ રહી છે. વડોદરાથી આવેલા ખાસ ટ્રેનર દ્વારા વિદ્યાર્થીઓને તિરંગા થીમ આધારિત રંગારંગ કાર્યક્રમ માટે સઘન તાલીમ આપવામાં આવી રહી છે.

જીલ્લા કક્ષાનો કાર્યક્રમ સંખેડા તાલુકામાં યોજાઈ રહ્યો હોવાથી મોટી સંખ્યામાં લોકો જોડાય અને કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બને તે માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સઘન પ્રયાસો કરી રહ્યા છે. આગામી ૧૫મી ઓગસ્ટે યોજાનારા આ કાર્યક્રમને જોવા માટે સમગ્ર તાલુકામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.