કાલોલના દોલતપુરા ગામની સીમ માંથી રૂ.૨.૭૪ લાખનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો; બે શખ્સો સામે ગુનો દાખલ

કાલોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે દોલતપુરા ગામની સીમમાં આવેલ એક ખેતરની ઓરડીમાં પ્રોહિબિશન રેઈડ પાડીને રૂ.૨,૭૪,૭૦૦ ની કિંમતનો ગેરકાયદેસર પરપ્રાંતીય વિદેશી દારૂ અને બીયરના ટીનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. રેઈડ દરમિયાન ઓરડીનો માલિક અને દારૂ સપ્લાય કરનાર બૂટલેગર બંને હાજર મળી ન આવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. એફ.આઈ.આર.ની વિગતો અનુસાર, કાલોલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. ચંદનસિંહ ગોવિંદસિંહ, પો.સ.ઈ. પી.કે. ક્રિશ્ચયન તથા અન્ય પોલીસ સ્ટાફ ખાનગી વાહનો (ક્રેટા અને સ્વીફ્ટ ગાડી) માં કાલોલ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન બાતમીદાર તરફથી ચોક્કસ માહિતી મળી હતી કે, દોલતપુરા ગામના રોડવાળા ફળિયામાં રહેતા પરેશભાઈ સામંતસિંહ રાઠોડ નાઓએ પોતાના ખેતરમાં બનાવેલ ઓરડીમાં પરપ્રાંતીય ઈંગ્લીશ દા‚નો જથ્થો સંતાડ્યો છે. આ જથ્થો તેને ચાંચડીયા (તા. હાલોલ) ના રહેવાસી હિતેશ ઉર્ફે જાડો જશવંતસિંહ રાઠોડ નામે ફોર વ્હીલર ગાડીમાં ભરી આપી ગયો હતો. પોલીસે સ્થાનિક બે પંચોના માણસોને સાથે રાખી બાતમીવાળા ખેતરે પહોંચીને રેઈડ કરી હતી. ત્યાં આવેલી પાકી ઓરડી (જેના પર MGVCL નું મીટર નંMGS282526 ૬ હતું) નો દરવાજો ખુલ્લો હતો. ઓરડીની અંદર તપાસ કરતા કોઈ વ્યક્તિ હાજર મળી આવ્યું ન હતું, પરંતુ ત્યાં સંતાડી રાખેલી ખાખી કલરની પેટીઓ અને મીણીયાના થેલા મળી આવ્યા હતા. જાહેર જગ્યા હોવાથી પોલીસે તમામ મુદ્દામાલ ખાનગી વાહનોમાં ભરી કાલોલ પોલીસ સ્ટેશન ખાતે લાવી ગણતરી કરી હતી:

(૧) માઉન્ટ્સ ૬૦૦૦ ઓરીજનલ સુપર સ્ટ્રોંગ બીયર (૫૦૦ મી.લી. ટીન)૪૫૬ ટીન (૧૯ પેટી)રૂ.૯૧,૨૦૦,

(૨ )ગોઆ સ્પીરીટ ઓફ સ્મૂથનેસ વ્હીસ્કી (૧૮૦ મી.લી. પ્લાસ્ટિક ક્વાટર)૬૫૧ ક્વાટર‚૧,૩૦,૨૦૦,

(૩)ગ્રે વોલ્ફ જામુન ઈ-મિન્ટ વોડકા (૧૮૦ મી.લી. પ્લાસ્ટિક ક્વાટર)૫૩૩ ક્વાટર‚૫૩,૩૦૦કુલ મુદ્દામાલ ૧૬૪૦ નંગ‚૨,૭૪,૭૦૦પોલીસે પકડાયેલા મુદ્દામાલમાંથી સેમ્પલ કાઢી, સીલબંદ કરી કાયદેસરનું પંચનામું કર્યું હતું. આ મામલે ફરાર થઈ ગયેલા બંને આરોપીઓ:

૧. પરેશભાઈ સામંતસિંહ રાઠોડ (રહે. દોલતપુરા, કાલોલ),

૨. હિતેશ ઉર્ફે જાડો જશવંતસિંહ રાઠોડ (રહે. ચાંચડીયા, હાલોલ) સામે ગુજરાત પ્રોહિબિશન સુધારા અધિનિયમ ૨૦૧૬ની કલમ ૬૫(એ), ૬૫(ઈ), ૮૧ અને ૧૧૬(બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની આગળની તપાસ કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. કે ક્રિશ્ચયન ચલાવી રહ્યા છે.