કાલોલ તાલુકાના અલવા, તરવડા અને કંડાચ ગામના ખેડુતોએ એકત્રિત થઈને એમજીવીસીએલ કચેરી અને મામલતદારને આવેદનપત્ર આપીને જ્યોતિગ્રામ અને એગ્રિકલ્ચરનો વીજ પુરવઠો નિયમિત કરવાની લોકમાંગ કરી હતી.
કાલોલ એમજીવીસીએલ વિભાગની કચેરી ખાતે ખેડુતોએ આવેદન સાથે ભારે આક્રોશ વ્યકત કરીને જણાવ્યુ હતુકે, પાછલા દોઢ-બે મહિનાથી િ૫્ર-મોન્સુન કામગીરી હાથ ધરવા છતાં તાજેતરમાં ચોમાસુ સીઝન પહેલા જ પાછલા એક-બે અઠવાડિયાથી વીજ પુરવઠો અવાર નવાર ખોરવાઈ રહ્યો છે. જયારે વાવાઝોડાની અસર હેઠળ એગ્રિકલ્ચરનો વીજ પુરવઠો તદ્દન ઠપ્પ જોવા મળે છે. જેને કારણે કંડાચ, અલવા અને તરવડા ગામના ખેડુતોએ ઉનાળુ સીઝનમાં વાવણી કરેલ ચોળી, કોરા, દુધી, ગુવાર, ભીંડા વગેરે શાકભાજીને પાછલા દિવસોમાં વીજ પુરવઠો બંધ થવાને કારણે મોટાભાગના શાકભાજીના પાકને સમયસર પાણી નહિ મળવાથી પાક નિષ્ફળ ગયો હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો. ખેડુતોને તંત્ર દ્વારા એગ્રિકલ્ચરનો વીજ પુરવઠો માંડ આઠ કલાક જ આપવામાં આવે છે. ત્યારે તેમાં પણ અવાર નવાર સર્જાતા ફોલ્ટના કારણે હાલની વીજ પુરવઠો ઠપ્પ થઈ જતાં હાલની મોંઘવારીના સમયમાં મોંઘા ભાવે વાવેતર કરવામાં આવેલા શાકભાજીના ૫ાકને થયેલા નુકસાનની ભરપાઈ એમજીવીસીએલ વિભાગ કરશે કે કેમ તે અંગે સવાલો ઉઠાવ્યા હતા. જેથી કાલોલ એમજીવીસીએલ વિભાગની લાપરવાહીના કારણે સર્જાતા વીજ ધાંધિયાઓ અંગે ખેડુતોએ એમજીવીસીએલના ના.ઈજનેરને ચિમકી તેમજ મામલતદારને ખેડુતોને દુર્દશા અંગે સંજ્ઞાન આપીને અસરગ્રસ્ત ગામોની સમગ્રપણે વીજ લાઈનો દુરસ્ત કરાવીને વીજ પુરવઠો નિયમિત કરવા માંગ કરી હતી.