જેઠોલી દૂધ મંડળી દ્વારા સભાસદોને વાસણોનું વિતરણ કરાયું

-દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી અને સભ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.

બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામે આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા સભાસદો માટે વાસણ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી તેમજ મંડળીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે મંડળીના સભાસદોને વાસણોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દૂધ મંડળી દ્વારા સભાસદોના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી આ પહેલને સભાસદો તરફથી આવકાર મળ્યો હતો. મંડળી અને સભાસદો વચ્ચેના સહકાર તથા પરસ્પર જોડાણને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં સભાસદોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.