
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીનો ત્રીજા મેચ કેપટાઉનના ન્યુલેન્ડ્સ સ્ટેડિયમ ખાતે રમાઈ રહ્યો છે. ત્રીજા દિવસની રમતના અંતે, મેચ ખૂબ જ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ. યજમાન દક્ષિણ આફ્રિકાએ તેમના બીજા દાવમાં ૪ વિકેટ ગુમાવીને ૧૪૦ રન બનાવ્યા, જે હાલમાં ૪૦ રનની લીડ ધરાવે છે. ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઇનિંગમાં ૪૨૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેણે ૧૦૦ રનની લીડ મેળવી હતી. લગભગ એક વર્ષ પછી પ્લેઇંગ ઇલેવનમાં પાછા ફરેલા જાશ ઇંગ્લિસે કાંગારૂઓને આ મજબૂત Âસ્થતિમાં પહોંચવામાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઇંગ્લિસની શાનદાર ૧૦૨ રનની સદીએ તેની સિદ્ધિને ચિÂહ્નત કરી હતી.
કેપટાઉન ટેસ્ટમાં સ્ટીવ Âસ્મથની અચાનક ઇજા બાદ જાશ ઇંગ્લિસને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. ઇÂગ્લસે આ તકનો લાભ ઉઠાવીને શાનદાર સદી ફટકારી હતી, જેના કારણે તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો હતો. ઇંગ્લિસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં બે કે તેથી વધુ સદી ફટકારનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. ઇંગ્લિસે અગાઉ ૨૦૨૫માં શ્રીલંકા સામેની ટેસ્ટ મેચમાં તેની પ્રથમ સદી ફટકારી હતી.
આજ સુધી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ફક્ત પાંચ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ સદી ફટકારી છે, જેમાં જાશ ઇંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, ડેવિડ વોર્નર, શેન વોટસન અને મિશેલ માર્શનો સમાવેશ થાય છે. જા કે, જાશ ઇંગ્લિસ સિવાય, અન્ય ચાર ખેલાડીઓ કોઈપણ ફોર્મેટમાં બે કે તેથી વધુ સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યા છે. વોર્નરે ટેસ્ટ અને વનડેમાં ૨૬ અને ૨૨ સદી ફટકારી છે, જ્યારે ટી૨૦આઈમાં તેની પાસે ફક્ત એક સદી છે.
ટેસ્ટ, વનડે અને ટી૨૦માં સદી ફટકારનારા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ
જાશ ઈંગ્લીસ – ટેસ્ટમાં ૨ સદી, વનડેમાં ૨ સદી, ટી૨૦માં ૨ સદી
ડેવિડ વોર્નર – ટેસ્ટમાં ૨૬ સદી, વનડેમાં ૨૨ સદી, ટી૨૦માં ૧ સદી
મિશેલ માર્શ – ટેસ્ટમાં ૩ સદી, વનડેમાં ૪ સદી, ટી૨૦માં ૧ સદી
ગ્લેન મેક્સવેલ – ટેસ્ટમાં ૧ સદી, વનડેમાં ૪ સદી, ટી૨૦માં ૫ સદી
શેન વોટસન – ટેસ્ટમાં ૪ સદી, વનડેમાં ૯ સદી, ટી૨૦માં ૧ સદી