હાલોલ પાવાગઢ રોડ ફુટપાથ ઉપરથી અપહરણ કાયેલ પાંચ માસના બાળકને પનોરમા ચોકડી સામે શોધી કાઢતી પોલીસ

અપહરણ થયેલ બાળક સાથે કરોડના યુગલની ધરપકડ કરાઈ.

હાલોલના પાવાગઢ રોડ ફુટપાથ ઉપરથી તા.7 જાન્યુઆરી 2026ના રોજ માતાની બાજુમાં સુઈ રહેલા પાંચ મહિનાના બાળકનું અપહરણ થયેલ હતું. આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ દ્વારા અપહરણ બાળકને શોધવા માટે સ્થાનિક પોલીસ એલ.સી.બી. અને એસ.ઓ.જી. પોલીસએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે, પનોરમા ચોકડી પાસે એક મહિલા અને પુરૂષ પાસે નાનું બાળક આવેલું છે. જેના આધારે તપાસ કરી બાળકની ઓળખ કરી બાળકીનો કબ્જે લઈ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

હાલોલના પાવાગઢ રોડ ફુટપાથ ઉપરથી તા.7 જાન્યુઆરી 2026ના રોજ રાત્રીના 12 વાગ્યાના સમયે ફુટપાથ ઉપર સુતેલા આશાબેન અર્જુનભાઇ દંતાણીની બાજુ સુઈ રહેલ પાંચ માસના બાળકનું કોઈ અજાણી મહિલા દ્વારા અપહરણ કરાયું હતું. આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. ગુનાની ગંભીરતાના ધ્યાને લઈ પંચમહાલ જીલ્લા પોલીસ દ્વારા જીલ્લાની એલ.સી.બી., એસ.ઓ.જી., હાલોલ ટાઉન, હાલોલ રૂરલ પોલીસની ટીમો બનાવી અપહરણ થયેલ બાળકને શોધી કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસ દ્વારા બનાવવાળી જગ્યાની આસપાસના સીસી ટીવી ફુટેજ ચેક કરવાની તથા ટેકનીકલ અને બાતમીદારોને કામે લગાવ્યા હતા સાથે બાળક અપહરણની વિગતો મીડીયા અને સોશ્યલ મીડીયામાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. સાથે આસપાસના ગામોના સરપંચોનો સં5ર્ક કરી બનાવની જાણકારી આપવામા આવી હતી. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, પનોરમા ચોકડી પાસે એક મહિલા અને પુરૂષ નાના બાળક સાથે આવેલ છે. જેના આધારે પોલીસ બાતમીવાળા સ્થળે આરોપીમાં યુગલની તપાસ કરી હતી. તપાસમાં અપહરણ થયેલ બાળક મળી આવ્યું હતું. પોલીસે બાળકના વાલીપણા અંગેના આધાર પુરાવા માંગતા આધાર પુરાવા રજુ કરી શકયા ન હતા. ત્યારબાદ પોલીસ મથકે લાવીને ફરિયાદી આશાબેનને બોલાવી ખાતરી કરતા પોતાના બાળકની ઓળખ કરી હતી. દરમિયાન પોલીસ મથકમાં ભાવનાત્મક દ્શ્ય સર્જાયા હતા. પોલીસ દ્વારા આરોપીઓ જશોદાબેન વિક્રમભાઇ ભલસિંહ પરમાર (રહે. ફરોડ, નવાપરા ફળીયા,ધોધંબા) હાલ રહે. પ્રેમ એસ્ટેટ હરસિઘ્ધી માતાના મંદિર પાસે, સુરેશભાઈ મફતસિંહ પરમાર (ફરોડ, ખરચી ફળીયા, ધોધંબા) હાલ રહે. પ્રેમ એસ્ટેટ હાલોલની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.